૧૧૦૦૦ ફૂટની ઊંચાઈ પર બરફમાં ફસાયેલા સાધુને પોલીસ જવાને બચાવ્યા

0
8

નર્મદા,તા.૯
હિમાલયમાં કાતિલ ઠંડી અને ભારે હિમવર્ષા વચ્ચે ૧૧ હજારની ઊંચાઈએ તપસ્યા કરતા સાધુને નર્મદા પોલીસ જવાનની મદદથી બચાવી લેવામાં સફળતા મળી છે. નર્મદા પોલીસ જવાન ASI આશિષ ચૌહાણે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે કેવી રીતે તેમને ગુજરાતમાં રહીને જ અન્ય ગુજરાતી લોકો અને ઉત્તરાખંડના પોલીસ અને એનડીઆરએફની મદદથી સ્વામીજીને બચાવ્યા હતા.
મૂળ ગુજરાતના સ્વામીજી છેલ્લા ૫ વર્ષથી હિમાલયમાં ૧૧ હજાર ફૂટની ઊંચાઈ પર તપસ્યા કરતા હતા. આ વર્ષે ભારે હિમવર્ષાના કારણે ૫ ફૂટ જેટલો બરફ જામ્યો હતો. જેથી સ્વામીજી બરફમાં ફસાયા હતા. -૩૫ ડિગ્રી તાપમાન હોવાથી બ્લડ પ્રેશર લો થઈ ગયું હતું. જા કે સ્વામીજી પાસે મોબાઈલ ફોન હતો. તેમણે પોઈચા નીલકંઠ ધામના સ્વામીજીને ફોન કરી મદદ માંગી હતી.
પોઈચા નીલકંઠ ધામના સ્વામીજીએ તાત્કાલિક નર્મદા પોલીસમાં વાયરલેસ વિભાગમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા આશિષ ચૌહાણ અને ગાંધીનગર એનડીઆરએફમાં કામ કરતા રમેશ પટેલને ફોન કરી સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જેમાં આશિષ ચૌહાણે હિમાલયમાં યોગાચાર્યનો સંપર્ક કરીને મદદની ખાતરી આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY