અભિષેક કપૂર ‘શરાબી’ નામે ડાર્ક કોમેડી ફિલ્મ બનાવશે

0
55

મુંબઈ,તા.૨૫
કેદારનાથ ફિલ્મ હિટ નીવડયા બાદ એના સર્જક અભિષેક કપૂર હવે શરાબી નામે એક ડાર્ક કોમેડી બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી.
અગાઉ એક કરતાં વધુ નવોદિતોને તક આપી ચૂકેલા અભિષેક કપૂર શરાબીમાં પણ નવોદિતોને ચમકાવવા માગે છે. એની પત્ની અને શરાબીની સહનિર્માત્રી પ્રજ્ઞા કપૂરે કહ્યું કે નવોદિતોને ચમકાવવામાં જાખમ ઓછું રહે છે. એક તો નવી પ્રતિભાને પ્લેટફોર્મ મળે છે અને બીજું કે ખર્ચ ઓછો આવે છે. માત્ર અભિનય પૂરતી આ વાત નથી, ટેક્નિકલ બાબતોમાં પણ નવોદિતે વધુ ઉપયોગી સાબિત થાય છે.
અગાઉ અભિષેકે સારા અલી ખાન, સુશાંત સિંઘ રાજપૂત અને પ્રાચી દેસાઇ જેવા નવોદિતોને તક આપી હતી.
કેદારનાથ વિશેના પોતાના અનુભવ વિશે બોલતાં પ્રજ્ઞાએ કહ્યું કે દરિયાની સપાટીથી ઊંચે પહાડો પર કામ કરવાનું અતિશ? મુશ્કેલ હોય છે અને બજેટ વધી ન જાય એની તકેદારી પણ રાખવાની હોય છે. ઉપરાંત હવામાન ક્યારે પલટાઇ જાય એની આપણને કલ્પના સુદ્ધાં ન આવે એટલે બધી રીતે જાખમ રહેતું હોય છે. પ્રભુ કૃપાથી અમારી આ ફિલ્મ સરસ બની અને હિટ નીવડી. એટલે હવે અમે વધુ ફિલ્મો બનાવીશું.
બાય ધ વે, ૧૯૮૦ના દાયકામાં અમિતાભ બચ્ચનનો એંગ્રી યંગ મેનને યુગ હતો ત્યારે ફિલ્મ સર્જક પ્રકાશ મહેરાએ અમિતાભ બચ્ચન, જયાપ્રદા, ઓમ પ્રકાશ અને પ્રાણને લઇને શરાબી ફિલ્મ બનાવી હતી જે હિટ નીવડી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY