શ્રીદેવીની બાયો-ફિલ્મ માટે માધુરી સંમતિ આપશે..?!!

0
4

મુંબઈ,તા.૨૫
વીતેલા દાયકાની મોખરાની અભિનેત્રી સદ્ગત શ્રીદેવીની બાયો-ફિલ્મ બનાવવાની વાતો છે ત્યારે સવાલ એ છે કે માધુરી દીક્ષિતને આ રોલની આૅફર કરવામાં આવે તો એ કરશે ખરી ?
શ્રીદેવીના પતિ અને સિનિયર ફિલ્મ સર્જક બોની કપૂર શ્રીદેવીની બાયો-ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાનું કહેવાય છે. એમની નિકટનાં સાધનોએ કહ્યું કે આજના કલાકારોમાં એક માત્ર માધુરી દીક્ષિત શ્રીદેવીના રોલને ન્યાય આપી શકે એમ છે. આમ તો બોની અને એનો અભિનેતા ભાઇ અનિલ કપૂર માધુરીની ખૂબ નિકટ છે. અનિલ અને માધુરી ભૂતકાળમાં એક કરતાં વધુ હિટ ફિલ્મો સાથે કરી ચૂક્્યાં છે. પરંતુ સવાલ એ છે કે માધુરી આ રોલ કરવા સંમત થાય ખરી ?
શ્રીદેવીનો સુવર્ણકાળ હતો ત્યારે માધુરી અને શ્રીદેવીની સતત તુલના થતી રહી હતી. તાજેતરમાં ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહરે કલંક ફિલ્મની જાહેરાત કરી ત્યારે આ ફિલ્મમાં જે રોલ શ્રીદેવી કરવાની હતી એ હવે માધુરી કરી રહી છે. એનો અર્થ એ છે કે કરણ જાહર પણ શ્રીદેવી અને માધુરીને સમાન ગણે છે.
પરંતુ બોની કપૂરની શ્રીદેવીની બાયો-ફિલ્મ માધુરી કરે કે ન કરે એ લાખ રૂપિયાનો સવાલ છે. અન્ય એક સૂત્રે કહ્યું કે શ્રીદેવી આજે હયાત હોત તો પોતાની બાયો-ફિલ્મ બનાવવા ન દેત. અને કદાચ બાયો-ફિલ્મ માટે સંમત થાય તો પણ પોતાની અભિનેત્રી પુત્રી જાન્હવીને પોતાનો રોલ કરવા માટે પસંદ કરે. આ સંજાગોમાં બોની કપૂર શ્રીદેવી તરીકે કોને પસંદ કરે છે એ જાવાનું રસપ્રદ બની રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY