મુંબઈ,તા.૫
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાની રોલ્સરાય ફેન્ટમ કાર વેચી દીધી હોવાની જાણકારી મળી હતી. આ કાર તેમને ખમતીધર ફિલ્મ સર્જક વિધુ વિનોદ ચોપરાએ ભેટ આપી હતી.
વિધુ અને અમિતાભે એક કરતાં વધુ ફિલ્મો સાથે કરી છે. એમાંની મોટા ભાગની ફિલ્મો બોક્સ આૅફિસ પર હિટ પણ નીવડી હતી. ૨૦૦૭માં અમિતાભે વિધુ સાથે એકલવ્ય ફિલ્મ કરી હતી. એ સમયે વિધુએ અમિતાભને રોલ્સરાય ફેન્ટમ કાર ભેટ આપી હતી. એ દિવસોમાં આ કારની કિંમત સાડા ત્રણ કરોડ રૂપિયા હતી. અમિતાભ પોતે આ કાર ડ્રાઇવ કરતા હતા. અન્ય કોઇને આ કાર ચલાવવા આપતા નહોતા.
આશરે બારેક વર્ષ એ કાર વાપર્યા પછી હવે અમિતાભે એ કાર વેચી નાખી હતી. મ્હૈસુરના એેક વેપારી અને વિન્ટાજ કાર્સના કલેક્ટર રુમાન ખાનને આ કાર વેચી નાખી હોવાની જાણકારી મળી હતી.
અમિતાભે આ કાર વેચી નાખી હોવાથી એવી વાતો વહેતી થઇ હતી કે હવે અમિતાભના મનમાં અન્ય કોઇ કાર વસી ગઇ લાગે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



