‘સિમ્બા’માં અજયની એન્ટ્રી દમદાર : રણવીર સિંઘ

0
8

મુંબઈ,તા.૧૭
રણવીર સિંઘની ફિલ્મ ‘સિમ્બા’ બોક્સ-ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થશે. આ ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. જાકે, આ ફિલ્મના ટ્રેલરથી રણવીર અપસેટ હોવાનું જણાવવામાં આવ્યું હતું. કેમ કે, તેને લાગ્યું હતું કે, આ ફિલ્મમાં સ્પેશિયલ અપીયરન્સમાં જાવા મળનારા અજય દેવગનને આ ટ્રેલરમાં વધારે પડતું માઇલેજ આપવામાં આવ્યું છે.
હવે એના વિશે રણવીરે કહ્યું હતું કે, ‘એ રોહિત સરની ઇચ્છા હતી. મને ખુશી છે કે, ટ્રેલરમાં અજયના સરપ્રાઇઝ અપીયરન્સે ખૂબ જ સારું કામ કર્યું છે. લોકોને એ ગમી રહ્યું છે. એ દમદાર એન્ટ્રી હતી. આ તો ફક્ત એક ટ્રેલર છે. અજય સર ફિલ્મમાં આવશે ત્યારે લોકો થીએટરમાં સીટ્‌સ જ તોડી નાંખશે. આ એક્ટરે વધુ કહ્યું હતું કે, ‘મેં આ ફિલ્મનું ટ્રેલર છ વખત જાયું છે. એને જાવું વન્ડરફુલ છે. થીએટરમાં કેવો માહોલ રહેશે એના વિશે હું વિચારી પણ શકતો નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY