અયોધ્યામાં સાધુ-સંતો રામ મંદિર બનાવવાની પહેલ કરે અમે લીલી ઝંડી દેખાડીશું

0
20

આઝમ ખાન મોટું નિવેદન
મેરઠ,તા.૧૭
પોતાના નિવદનોના કારણે હંમેશાં ચર્ચામાં રહેનાર સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને જણાવ્યું કે અયોધ્યામાં જા સાધુ-સંતો રામ મંદિર બનાવવાની પહેલ કરશે તો અમે તેને લીલી ઝંડી દેખાડીશું. આ નિવેદન આઝમ ખાને મેરઠમાં આપ્યું . આઝમ ખાનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે રામ મંદિરના નિર્માણમાં સમર્થન આપશો, તો તેના જવાબમાં તેમણે જણાવ્યું કે અમારા વિરોધથી પણ શું થશે, ૬ ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે પણ અમે કંઇ કરી શક્યા ન હતા. સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટ કંઈ ન કરી શકી … તે મોટો કેસ હતો. અમે પહેલા દિવસથી કહેતા આવ્યા છીએ કે કાયદો કોઈએ હાથમાં ન લેવો જોઈએ. કોર્ટનો નિર્ણય માનો, તેમાં શું મુશ્કેલી છે.
આઝમ ખાને મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે થોડા દિવસો પહેલા ફાસીવાદી તાકાતોને એક મોટો હાર મળી, આ બાબતની જાણકારી તમામને છે. આપણા બધાને ખાતરી છે કે હજુ દેશનું સેક્યુલરીઝમ બાકી છે. આ કોઈ પાર્ટીની હાર અને જીતી નથી. આ સમયે એક વિચારધારા હારી છે. કંઇ વિચારધારા જીતી છે તેનાથી પણ અમને કોઈ લેવા દેવા નથી. જે પરિણામ આવ્યા છે તેમાં સૌથી મજબૂત પરિણામ એક એવા રાજ્યનું છે, જેના વિશે વિરોધીઓનું માનવું હતું કે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સરકાર છત્તીસગઢમાં ખતમ ન થઇ શકે, પરંતુ ભાજપનું સૌથી મોટું નુકસાન અહીં થયું છે. ભાજપના તમામ એજન્ડા નિષ્ફળ ગયા છે.
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને કહ્યું, ‘ભારતીય જનતા પાર્ટીએ જે શીખ આપી હતી યુવાનોને લિંચિંગ દ્વારા, તેનું નુકશાન હવે હિન્દુ સમાજને વધુ થઇ રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY