સુરત,તા.૧
શહેરનાં લિબાયત વિસ્તારમાં અનૈતિક સંબંધનો બરબર્તાપૂર્ણ અંજામ સામે આવ્યો છે. પતિને મિત્ર અને તેની પત્નીનાં અનૈતિક સંબંધની જાણ થતા તેણે મિત્રનું ગળું કાપી નાખ્યું અને બાદમાં પોલીસ સમક્ષ તે હાજર પણ થઇ ગયો. પોલીસ ઇન્સપેક્ટરને આ વિશે તેણે કહ્યું કે, સાહબ, મેને ખિચી કો માર ડાલા હૈ’.
આ આખી ઘટનાથી લિંબાયત પોલીસ દોડતી થઇ ગઇ હતી. અને તેમણે હત્યારા પોલીસ અને તેનાં હત્યા કરવામાં મદદ કરનાર તેનાં મિત્રની ધરપકડ કરી નાંખી છે. મૃતક કિશોર ઉર્ફે ખિચડી અને શરદ ઉરફે સિંકદર રાઠોડ બંને મિત્રો હતાં. સિકંદરને વારંવાર બહાર જવાનું થતું. તેનું કામ એવું હતું, જે બાદ ૩૦મી સપ્ટેમ્બરની વહેલી સવારે સિકંદર તેનાં ઘરે પરત આવ્યો તો તેણે તેનાં બેડરૂમમાં કિશોરને જાયો હતો. જેવો સિકંદર આવ્યો કે તુરંત જ કિશોર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. અને તે બાદ તે સિકંદરનો ફોન પણ રિસિવ કરતો ન હતો.
જે બાદ સિકંદરે તેનાં મિત્ર ઉમેશને ખિચડીનાં ઘરે મોકલ્યો હતો. જેવો ઉમેશ કિશોરને લઇને સિકંદરનાં ઘરે પહોચ્યો તુરંત જ બંનેએ અંદરથી દરવાજા બંધ કરી દીધો અને તિક્ષ્ણ હથિયારથી તેની ગરદન કાપી નાખી. ખિચડીની હત્યા બાદ સિકંદર લિબાયત પોલીસ સ્ટેશન પહોચ્યો હતો જ્યાં તેણે પોલીસ ઇન્સપેક્ટર સામે પોતાનાં ગુનાની કબૂલાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘સાહબ મેને ખિચડી કો માર ડાલા હૈ’.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



