સુરત,તા.૧
સુરતમાં સોમવારનો દિવસ રેલી-ડે હોય તેમ એક કલાકના અંતરે બે વિશાળ રેલી યોજાઈ હતી. એક રીલે વીવર્સની હતી તો બીજી રેલી ખેડૂતોની હતી. બન્નેમાં મોટી સંખ્યામાં લોકો જાડાયા હોવાથી થોડા સમય માટે પોલીસ પણ ટેન્શનમાં આવી ગઈ હતી. શાંતિપૂર્ણ માહોલમાં બન્ને રેલી પૂર્ણ થઈ ત્યારે પોલીસે નિરાંતનો શ્વાસ લીધો હતો. ગાંધી પ્રતિમા ચોકબજારથી મ્યુનિસિપલ કમિશનર કચેરી અને કલેક્ટરસૃ સુધીના રસ્તા પર મોટી સંખ્યામાં લોકોની ભેડી જાવા મળી હતી.
સુરત શહેરના રસ્તાઓ પર આજે બે વિરોધ રેલી જાવા મળી હતી. જેમાં વીવીંગ યુનિટોના માલિકો આજે ક્રેડિટ લેપ્સની મુંઝવણના ઉકેલના બેનર્સ સાથે સ્થાનિક પ્રશ્નોના ઉકેલી જિલ્લા કલેકટર અને પાલિકા કમિશનર પાસે રેલી યોજી માંગ કરી હતી. જ્યારે ભાંડુત ગામે ડિસ્પોઝલ પ્લાન્ટનો બેનરો સાથે કાંઠા વિસ્તારના લોકોએ વિરોધ નોંધાવી પાલિકા કમિશ્નરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
૬૦૦ કરોડની ક્રેડિટ રીફંડ સામે ટેક્સ રીફોર્મ યુનિટે નોટીફિકેશન કાઢી ક્રેડિટ લેપ્સની જાહેરાત કરી દીધી છે. જેની સામે ઉકેલની છેલ્લાં ૨ માસમાં વિવિધ ઠેકાણે થયેલી રજૂઆતોનું હજુ કશું ઉપજ્યું નથી. ચોક બજારમાં ગાંધી પ્રતિમાં ખાતેથી ફોગવાના વીવર્સની રેલી પાલિકા કમિશ્નર કચેરી સુધી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વીવર્સ બેનરો સાથે જાડાયા હતા. ફોગવાના આગેવાનો પાલિકા કમિશ્નરને વ્યવસાય વેરો નાબૂદી, કારીગર વેરામાં ઘટાડો, મિલકત વેરામાં રાહત તથા મહારાષ્ટ્રના દરે વીજળી પૂરી પાડવાની સાથે ટેક્સટાઇલ યુનિવર્સિટી શરૂ કરવા જેવી માંગણીઓ અંગે આવેદન આપ્યું હતું. ત્યાંથી કલેકટરને પણ આવેદન આપવામાં આવ્યું હતું.
ઓલપાડના ભાંડુત ગામની સીમની સરકારી જમીનમાં સુરત મનપા દ્વારા ડમ્પિંગ સ્ટેશન પ્રોજેકટ માટે જમીનની માંગણી કરાતા ભાંડુત ગ્રામજનો સહિત તાલુકાના કાંઠા વિસ્તારના ગામોના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.જે તકને ઝડપી લઇ ગુજરાત ખેડૂત સમાજે સુરત મ્યુનિસપલ કમિશનરને આવેદનપત્ર આપવા ટ્રેક્ટરમાં વિરોધ રેલી યોજવાનું નક્કી કર્યું હતું, પરંતુ પોલીસ કમિશનરે વાહનોની મંજૂરી ન આપતા ખેડૂતોએ પગપાળા રેલી યોજી હતી. કાંઠાના લોકોએ હાથમાં ત્રિરંગી ઝંડા, બેનરો સાથે વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. આ રેલીમાં પુરુષો, મહિલાઓ,યુવાનો મોટી સંખ્યામાં જાડાયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




