કોરિડોર ખોલવા માટે ભારત તરફથી કોઈ ઔપચારિક વાતચીત થઈ નથી : પાક.વિદેશ મંત્રાલય

0
9

ઈસ્લામાબાદ,તા.૧૯
શિખો માટે મહત્વપૂર્ણ કરતારપુર કોરિડોર ખોલવાને લઇ અવઢવની સ્થિતિ યથાવત છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે કોરિડોર ખોલવા માટે ભારતની તરફથી અત્યાર સુધી કોઇ ઔપચારિક વાતચીત થઇ નથી. પાક સરકારે એમ પણ કહ્યું કે આ મુદ્દા પર પાકિસ્તાનનું સ્ટેન્ડ સકારાત્મક છે અને અમે વાતચીત માટે તૈયાર છીએ.
પાકિસ્તાન વિદેશ મંત્રાલયનથી તરફથી કહેવામાં આવ્યું છે કે કરતારપુર કોરિડોર ખોલવા માટે ભારતની તરફથી કોઇ ઔપચારિક ચર્ચા કરવામાં આવી નથી. પાકિસ્તાન આ મુદ્દા પર સકારાત્મક છે અને અમે આગળ પણ તેના પર વાતચીત માટે વિકલ્પ ખુલ્લાં જ રાખવાના છીએ.
ઉલ્લેખનીય છે છે પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમાં મંત્રી નવજાત સિંહ સિદ્ઘુએ પાકિસ્તાન યાત્રા બાદ કહ્યું હતું કે તેમને પાક સરકાર અને આર્મી ચીફે કોરિડોર ખોલવા માટે આશ્વાસન આપ્યું છે.
ઇમરાન ખાનના શપથ ગ્રહણમાં જવાને લઇ ચારેયબાજુથી આલોચનાનો શિકાર બનેલા સિદ્ધુએ કહ્યું હતું કે પાકિસ્તાને ગુરૂ નાનક દેવના ૫૫૦મા પ્રકાશ પર્વ પર કરતારપુર સાહિત કોરિડોરને ખોલવાની ઇચ્છા વ્યકત કરી છે. કરતારપુર કોરિડોર શિખો માટે સૌથી પવિત્ર જગ્યા છે. કરતારપુર સાહિત શિખોના પ્રથમ ગુરૂ, ગુરૂ નાનક દેવજીનું નિવાસસ્થાન હતું અને અહીં તેઓ જ્યોતિ જાત સમાયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY