નાંદોદ તાલુકાના એક નાનકડા ગામ માં અજીબોગરીબ કિસ્સો  પ્રકાશમાં આવતા ચકચાર

0
769

રાજપીપલા

નાંદોદ તાલુકા ના એક ગામ માં એક પરિવાર ના પુત્ર અને ગામની એક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ ત્રણેક મહિના પેહલા બંને પ્રેમીઓ ગામ છોડી ભાગી ગયા હતા બાદમાં  ગામમાં હાહાકાર મચી ગયો અને યુવતી ના પિતા યુવક ના પરિવાર પર અકળાઈ ઉઠ્યા બાદ યુવકનો પિતા તો ગામ છોડી ક્યાંક જતો રહ્યો પરંતુ તેની માતા ઝડપાઇ જતા યુવતી ના પિતા દ્વારા તેની પૂછપરછ કરાઈ પરંતુ તે આ બાબતે કઈ જાણતી ના હોવાથી યુવતી ના પિતા વધુ ક્રોધિત થયા અને યુવકની માતા ને ઢોર બાંધવાના ખીલે દોરડા થી સવાર ની બાંધી દીધા બાદ કોઈકે રાજપીપલા સ્તિથ 181 મહિલા હેલ્પલાઈન ને કોલ કરતા હેલ્પલાઇન ના કાઉન્સિલર જ્યોતિબેન વાઘમારે અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હેમલતાબેન તાબડતોબ ત્યાં પહોંચ્યા બાદ સૌ પ્રથમ મહિલા ને બંધન માંથી છોડાવી બાદ માં પૂછતાં ઉપરોક્ત હકીકત જાણવા મળી કે તેમનો પુત્ર ગામની એક યુવતી ને લઈ જતા આ સ્તિથી ઉભી થઈ હતી ત્યારે હેલ્પલાઇન ની ટીમે યુવક ના પિતા ને પૂછતાં તેમને કેહવું હતું કે ગામના પંચો બેસી ને જે નક્કી કરે તે પ્રમાણે લેવડ દેવળ બાદ આગળ વાત થશે પરંતુ કાયદા આગળ બધું નકામું હોય એ મહિલાને હેલ્પલાઇન ની ટીમ રાજપીપલા પોલીસ મથકે લાવ્યા બાદ ગામના લોકો અને યુવક ના પિતા પણ આવ્યા તેમને કાયદાકીય માહિતી આપતા આખરે તે માની જતા મહિલાને હેમખેમ પરત મોકલાઈ હતી.આમ વારંવાર 181 મહિલા હેલ્પલાઇન ની ટીમ મહિલાઓ ની પડખે રહી પ્રસંસનીય  કામગીરી કરી રહી છે .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY