૫ વર્ષની ઉંમરે મારું યૌન શોષણ થયું હતું : સોમી અલી

0
16

મુંબઈ,તા.૧૫
સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ એક ઇન્ટરવ્યુમાં પોતાની #Me Too સ્ટોરી શેર કરી છે. સોમીએ ખુલાસો કર્યો છે કે ૫ વર્ષની ઉંમરમાં તેણે આ ભયાનક ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. આ કામ તેના ઘરમાં કામ કરતાં સહાયકે કર્યુ હતું. સોમીએ જણાવ્યું કે, ૫ વર્ષની ઉંમરમાં અમારા ઘરમાં કામ કરતાં સહાયકે મારુ યૌન શોષણ કર્યુ હતુ. જ્યારે મને યુએસમાં યુનિવર્સીટી અને હાઇસ્કૂલમાં વાતચીત દરમિયાન વાતચીત માટે બોલાવવામા આવી હતી ત્યારે મે ત્યાં બાળકો સામે આ ઘટના શેર કરી હતી.
તેણે જણાવ્યું કે, મને લાગે છે કે પોતાના અંગત અનુભવ શેર કરવા જાઇએ તેનાથી અન્યોને બોલવાની શકિત મળે છે. તે પીડીત બનીને પોતાને અપમાનિત નહી અનુભવે.
સોમી પાકિસ્તાનથી આવી છે. તેણે ખુલાસો કર્યો કે, હું તેવા માહોલમાં ઉછરી છું જ્યાં મહિલાઓ ઘરેલૂ હિંસાનો ભોગ બનતી હતી. મારી માતાની ઘણી મિત્ર શારીરિત શોષણનો સામનો કરતી હતી. જ્યારે હું મારી માતાને આ વિશે પૂછતી હતી ત્યારે મારી માતા જણાવતી કે તે સીડી પરથી પડી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે સોમી અલીએ બોલીવુડમાં સલમાન ખાનને મળવા માટે જ કરી હતી. તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. બંને ૮ વર્ષ સુધી એકબીજાને ડેટ કરતાં રહ્યાં. જા કે તેમનું આ રિલેશનશીપ લગ્ન સુધી ન પહોંચી શકિયું. બ્રેકઅપ બાદ સોમી ફ્લોરિડા ચાલી ગઇ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY