ચિન્મયાનંદ મામલે પીડિત વિદ્યાર્થીને મળ્યા હાઇકોર્ટથી જામીન

0
7

ન્યુ દિલ્હી,તા.૪
પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનારી કાયદાની વિદ્યાર્થીનીને અલ્હાબાદ હાઈકોર્ટથી જામીન મળી ગયા છે. મહત્વનું છે કે વિદ્યાર્થીનીના માતા-પિતાએ અંદાજિત એક મહિનાથી અલ્હાબાદમાં ડેરો જમાવેલ છે. તેઓ વિદ્યાર્થીનીના જામીન માટે સતત વકીલોના સંપર્કમાં હતા.
વિદ્યાર્થીની પર ચિન્મયાનંદ પાસે ૫ કરોડ રૂપિયા જબરદસ્તી વસૂલ કરવાનો આરોપ છે. હાઈકોર્ટમાં પીડિતાએ જામીનની અરજી કરી હતી. ચીફ જસ્ટિસની બેંચે ચિન્મયાનંદ મામલે સુનાવણી કરી, જ્યારબાદ જામીન આપવામાં આવ્યા. ચિન્મયાનંદ પાસે ૫ કરોડ રૂપિયા પડાવવાના આરોપમાં વિદ્યાર્થીની જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર તપાસ કરી રહેલ એસઆઈટીની ટીમે ચાર્જશીટ દાખલ કરી દીધી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY