સૈન્ય ૩૦ દિવસ એકધારું લડી શકે એ માટેની,૧૫,૦૦૦ કરોડની દારૂગોળા યોજના મંજૂર
ન્યુ દિલ્હી,તા.૧૪
ભારતીય સેનાએ દેશમાં ૧૫ હજાર કરોડ રૂપિયાના હથિયાર નિર્માણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટને ૧૦ વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. સૈન્ય પ્રોજેક્ટમાં ૧૧ ખાનગી કંપનીઓને સામેલ કરાઇ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સેનાને ૩૦ દિવસના યુદ્ધમાં પણ વિસ્ફોટકોની તંગી નહીં પડે. ગત ઘણા વર્ષોમાંથી હથિયાર નિર્માણના પ્રોજેક્ટને અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ ગણાવવામાં આવ્યો છે.
ભારતીય સેનાએ રવિવારે હથિયાર નિર્માણના એક મોટા પ્રોજેક્ટને લીલીઝંડી આપી દીધી. જેમાં કુલ ૧૫ હજાર કરોડના હથિયારો અને વિસ્ફોટકોનું નિર્માણ દેશમાં જ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ દેશમાં જટિલ ટેકનોલોજીવાળા હથિયાર અને ટેંક બનાવવામાં આવશે. સરકારનો હેતુ હથિયારોની આયાતમાં થનારા વિલંબને રોકવાનો છે. આ પ્રોજેક્ટના અમલીકરણ બાદ સતત ૩૦ દિવસ સુધી યુદ્ધ ચાલે તો પણ ભારતીય સેના માટે વિસ્ફટકોની તંગી નહીં સર્જાઇ.
સત્તાવાર સૂત્રો મુજબ, સેનાના આ પ્રોજેક્ટમાં ૧૧ ખાનગી કંપનીઓને સામેલ કરવામાં આવશે. પ્રોજેક્ટની દેખરેખ રક્ષા મંત્રાલય અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ કરશે. પ્રોજેક્ટથી વિદેશોમાંથી હથિયારોની આયાત ઘટાડવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ ૧૫ હજાર કરોડ રૂપિયાના હથિયારોનું નિર્માણ કરવામાં આવશે. તેમજ પ્રોજેક્ટને ૧૦ વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. સૂત્રો મુજબ, પ્રોજેક્ટમાં રોક્ટ્સ અને લોન્ચર, એર ડિફેન્સ સિસ્ટમ, આર્ટિલરી બંદૂક અને યુદ્ધ માટેના જરૂરી વાહનો બનાવવામાં આવશે. પહેલા તબક્કા બાદ પ્રોજેક્ટ હેઠળના પ્રોડક્શન ટાર્ગેટની સમિક્ષા કરવામાં આવશે.
હથિયારોના નિર્માણના આ પ્રોજેક્ટને છેલ્લા ઘણા વર્ષોનો સૌથી મોટો પ્રોજેક્ટ ગણાવવામાં આવી રહ્યો છે. ચીન દ્વારા પોતાના સૈન્ય ખર્ચમાં વધારો કરાયા બાદ ભારત દ્વારા પણ સૈન્યને વધુ મજબૂત બનાવવા માટે જરૂરિયાત અનુભવવામાં આવતી હતી. આ ઉપરાંત સૈન્ય પ્રમુખ જનરલ બિપિન રાવત પણ ભારતીય સેનામાં હથિયારો અને વિસ્ફોટકોની તંગીની વાત કહી ચુયા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"