રાજપીપળા શહેરમાં ઉત્તરાયણ પર્વમાં ઊંધિયું જલેબીની ખરીદી માટે ભારે પડાપડી  

0
147

રાજપીપળાના જાણીતા પુરોહિત સ્વીટમાં ગ્રાહકોની ભારે ભીડ સાથે અનેક દુકાનો પર ઊંધિયા જલેબીનું ધૂમ વેચાણ 

રાજપીપળા : રાજપીપળા શહેર માં વર્ષોથી જાણીતા મીઠાઈના વેપારી છગનભાઇ પુરોહિતની જાણીતી દુકાન પુરોહિત સ્વીટમાં આજે ઉત્તરાયણ પર્વમાં દર વર્ષની જેમ ઊંધિયું જલેબી ની ખરીદી માટે ભારે ભીડ રહી જેમાં અવનવી જલેબી અને સ્વાદિષ્ટ ઊંધિયાની ખરીદી કરવા ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો જોવા મળ્યા હતા રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં અનેક દુકાનો તેમજ લારીઓ પર ઊંધિયા જલેબીનું વેચાણ થાય છે છતાં અમુક ખાસ અને વિશ્વાસપાત્ર જાણીતી જગ્યાઓ પર ગ્રાહકોની ભારે ભીડ રહે છે ત્યારે આજે એકજ દિવસમાં રાજપીપળાના લોકો લાખો રૂપિયાના ઊંધિયા જલેબી ખાઈ ઉત્તરાયણ ની મજા માણશે આ ખરીદી માટે રાજપીપળા ના બજારોમાં ભારે ટ્રાફિક પણ જોવા મળ્યો હતો માટે રાજપીપળા પોલીસે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY