બારડોલીની પ્રાથમિક શાળામાંથી ચોરી થઈ

0
10

સુરત, તા. ૨૧
બારડોલી- સુરાલી પ્રાથમિક શાળાના સ્ટાફ રૂમમાંથી તસ્કરોએ કબાટમાં મૂકેલા કોમ્પ્યૂટરના સાધનો તથા ડેન્કયુ કંપનીનું પ્રોજેક્ટ, સ્પીકરો તથા લેપટોપ મળી કુલ્લે ૬૩,૫૦૦ની મતાની ચોરી કરી હતી. બારડોલી પોલીસી મથકમાં સ્કૂલના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બારડોલી-મઢી હાઈસ્કૂલની સામે આવેલા સુરાલી વલ્લભજી કોમ્પલેક્ષમાં રનુતભાઈ જમુભાઈ ચૌધરી રહે છે. તેઓ બારડોલી- સુરાલી પ્રાથમિક સ્કૂલમાં નોકરી કરે છે. ગત દિવસોમાં તસ્કરોએ સ્કૂલના સ્ટાફના દરવાજાનો નકુચો તોડી રૂમ તથા કબાટમાં મૂકેલ કોમ્પ્યૂટર મોનીટર કિંમત રૂ. ૪ હજાર, ડેન્ક્યુ કંપનીં પ્રોજેક્ટર કિંમત રૂ. ૪૦ હજાર, લેપટોપ કિંમત રૂ. ૧૫ હજાર, ૫૦૦ રૂ.ના બે પ્રોજેક્ટરોનો સ્પીકર ૩૦૦૦ની કિંમતનું એમ્પલી ફાયર મળી કુલ્લે રૂ. ૬૩,૫૦૦/-ની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. કર્મચારીએ બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY