ભાજપા સાંસદે રાહુલને ‘પપ્પુ’ કહેતા મહિલા બાખડી પડી

0
7

સુરેન્દ્રનગર,તા.૪
રાહુલ ગાંધીને પપ્પુ કહેવા મુદ્દે સાંસદ દેવજીભાઈ ફતેપુરાએ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે મે આવી કોઇ ટીપ્પણી જ નથી કરી. મારે માફી માગવાનો કોઈ સવાલ આવતો જ નથી. તેમજ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઇરલ થયો છે તે ખોટો છે. વીડિયોમાં દેખાતી મહિલાને સુરેશ ધરજીયા સાથે બબાલ થઇ હતી. સુરેશ ધરજીયા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ છે. દેવજી ફતેપુરાએ જણાવ્યું હતુ કે મે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.
રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલા ગુજરાતના એક સાંસદને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને પપ્પુ કહેવું ભારે પડ્યું છે. જાકે, ગુજરાતની સુરેન્દ્રનગર બેઠક પરથી સાંસદ રહેલા દેવજીભાઈ ફતેપરાનું કહેવું છે કે તેમણે રાહુલ ગાંધીને પપ્પુ કહ્યા ન હતા પરંતુ તેમણે મામલો થાડે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
તેમના કહેવા પ્રમાણે બાંસવાડા નગરપાલિકાના વોર્ડ દીઠ યોજાયેલા ચૂંટણી પ્રચારમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશભાઈ ધરજીયા અને તેઓ હાજર રહ્યા હતા. આ સમયે સુરેશ ધરજીયાએ પપ્પુ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો.
વોર્ડ બેઠક દરમિયાન એક મહિલા દોડી આવી હતી અને રાહુલને પપ્પુ કહેવા પર સાંસદ તેમજ સુરેશ ધરજીયાનો ઉધડો લીધો હતો. મહિલાએ કહ્યું હતું કે, “તમે રાહુલ ગાંધીને પપ્પુ કેવી રીતે કહી શકો?” સુરેશ ધરજીયાએ જ્યારે એવું કહ્યું કે બધા લોકો પપ્પુ કહે છે એટલે અમે પણ તેમને પપ્પુ કહ્યા હતા. આવો જવાબ સાંભળીને મહિલા વધારે ઉકળી ઉઠી હતી અને કહ્યું હતું કે, “બધા લોકો કૂવામાં પડશે તો શું તમે પણ પડશો?”

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY