નાંદોદના ઓરી ગામે ફોઈને ત્યાં ઉત્તરાયણ કરવા ગયેલા બાળકનું પતંગના દોરાથી ગળું કપાતા ગંભીર ઇજા...નિકોલી ગામમાં રહેતો ધોરણ આઠ માં અભ્યાસ કરતો ચિરાગ ઉત્તરાયણ કરવા માટે ફોઈને ત્યાં ઓરી ગામે ગયો અને ગળું કપાયું

છેલ્લા ત્રણ દિવસમાં ત્રણેક પતંગના દોરાથી ઇજા પામેલા દર્દીઓ સિવિલમાં આવ્યા
રાજપીપળા : નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ પરંતુ કેટલાક બાળકો અને મોટેરાઓના ગળામાં ઈજાઓ થતા ઉત્તરાયણ હોસ્પિટલમાં પોહચી હતી જેમાં આજે ઉત્તરાયણના દિવસે નાંદોદના નિકોલી ગામનો ચિરાગ અર્જુનભાઈ વસાવા (14) નામનો ધોરણ આઠમા અભ્યાસ કરતો બાળક ઉત્તરાયણ કરવા ઓરી ગામમાં રહેતા એના ફોઈ ને ત્યાં ગયો જ્યાં રોડ પર ઉભો હતો ત્યાંજ એક પુરપાટ જતી બાઈક માં પતંગનો દોરો ભેરવાયો અને રોડ પર ઉભેલા ચિરાગનું ગાડું કાપી નાખ્યું ત્યારે લોહીલુહાણ થયેલા ચિરાગને તાત્કાલિક રાજપીપળા સિવિલમાં લાવી સારવાર અપાઈ હતી અને ટાકા આવ્યા હતા સદનસીબે ચિરાગનો આબાદ બચાવ થયો હતો ત્યારે તબીબના જણાવ્યા મુજબ ત્રણ દિવસ માં આવા ત્રણેક કેશ આવ્યા હતા.આમ નર્મદા જિલ્લામાં પતંગના દોરાના કારણે ઘણા બાળકો અને આકાશમાં ઉડતા પક્ષીઓ ઇજા પામ્યા હતા.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




