તા 24 થી 27 જાન્યુઆરી દરમ્યાન ભુજ (કચ્છ ) ખાતે ગુજરાત રાજ્યના 46 માં ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં નર્મદા જિલ્લાની નાની બેડવાણ પ્રા.શાળાએ રજુ કરેલી કૃતિ ઓટો વર્કિંગ પમ્પને રાષ્ટ્ર કક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માટે પસંદગી પામતા નર્મદા જિલ્લા માટે આનંદની લાગણી ફેલાઈ છે .
શાળાના આચાર્ય કૃષ્ણકાંત બી રામાનુજ તથા શાળાના વિજ્ઞાન શિક્ષક કમલેશકુમાર ઇશ્વરભાઈ પટેલ તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીઓ ગૌતમ સંજયભાઇ પ્રજાપતિ, પ્રવીણ રાકેશભાઇ ભાવસાર તેમજ શાળા પરિવાર અને સમસ્ત ગામ લોકો અભિનંદનને પાત્ર બન્યા
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાઘીકારી બી. ડી બારીયા તેમજ DIET પ્રાયાર્ય એમ. જી. શેખ. એ અભિનંદન પાઠવી બાળકો અને વિજ્ઞાન શિક્ષકનો ઉત્સાહ વધાર્યો હતો
વિજ્ઞાન શિક્ષક કમલેશભાઇએ આ કૃતિ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે,વગર ખર્ચે એક જગ્યા એ થી બીજી જગ્યા એ પાણી પહોચાડવા તેમજ ભવિષ્યમાં આ પમ્પના માધ્યમ થી
બીજા પણ અનેક ઉપયોગી ફાયદાઓ થઇ શકે એમ છે આગામી સમયમાં આ કૃતિ રાષ્ટ્ર કક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



