શાળામાં ઇકોફ્રેન્ડલી અને આયુર્વેદિક રીતે હોળીની ઉજવણી

0
21

વડોદરા,તા.૧૮
વડોદરા શહેરની પ્રિન્સ અશોકારાજે ગાયકવાડ સ્કૂલમાં ઇકોફ્રેન્ડલી અને આયુર્વેદિક રીતે હોળી મનાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એક હજાર કિલો ફૂલોથી ઉત્સાહભેર ધૂળેટી મનાવવામાં હતી.શહેરના માંજલપુર ખાતે આવેલી પ્રિન્સ અશોકારાજે ગાયકવાડ સ્કૂલમાં પ્રતિવર્ષ મુજબ ઇકોફ્રેન્ડલી હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાતાવરણના શુધ્ધિકરણ માટે સ્કૂલના પટાંગણમાં કપૂર, લોબાન, ગૌ-મૂત્ર, જટામસી જેવા તત્વોનો ઉપયોગ કરીને હોલીકા દહન કરવામાં આવી હતી. હોલીકા દહન બાદ હોલી રસીયા ગીતોની રમઝટ સાથે ૪૦૦ વિદ્યાર્થીઓ અને ૧૦૦ શિક્ષકો દ્વારા ૧ હજાર કિલો ફૂલોથી ધુળેટી મનાવવામાં આવી હતી.
સ્કૂલના વહીવટકર્તા તુષાર ભોંસલેએ જણાવ્યું હતું કે, હોળીની સાત્વિક અને પરંપરાગત રીતભાતનો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ થાય તે માટે ઇકોફ્રેન્ડલી હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇકોફ્રેન્ડલી હોળીમાં જે ફૂલ ભગવાનને ચઢતા નથી તેવા ગલગોટાના ફૂલો લાવીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ધુળેટી મનાવવામાં આવી હતી. નાના બાળકો વિવિધ વેશભૂષા સાથે આવ્યા હતા. અને હોળી-ધુળેટી મનાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY