શારીરિક તપાસ કરાવવાનું કહેતાં પત્નીને તરછોડી પતિ વિદેશ ભાગી ગયો

0
23

નવસારી,તા.૧૪
નવસારીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નીએ પતિને શારીરિક નબળાઈની તપાસ કરાવવાનું કહેતાં એનઆરઆઈ પતિ રોષે ભરાયો હતો. અને પત્નીને તરછોડીને ફરાર થઈ ગયો હતો. આ મામલે મહિલાએ પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદના આધારે ગણદેવી પોલીસે તપાસ શરૂ કરી છે.
દક્ષિણ આફ્રિકામાં રહેતાં અને મૂળ નવસારીના એંધલ ગામની પરિણીતાએ એનઆરઆઈ પતિને શારીરિક નબળાઈની તપાસ કરાવવા માટે કહ્યું હતું. જે મામલે પતિએ પહેલાં મહિલાને નવસારી લાવ્યો હતો. અને બાદમાં ૮ દિવસ માટે મૂંબઈ જવાનું કહીને સાઉથ આફ્રિકા પલાયન થઈ ગયો હતો. આ ઉપરાંત મહિલાએ આરોપ લગાવ્યો કે પતિએ ૨૦ લાખ રૂપિયાની માગ કરી હતી. અને રૂપિયા ન આપતાં પતિએ તરછોડી દીધી હતી.
આ ઉપરાંત પરિણીતાને વડગળ હોવાનું જણાવી તેના પર તાંત્રિક વિધિ પણ કરવામાં આવી હતી. એનઆરઆઈ પતિ વિદેશમાં પલાયન થઈ જતાં પરિણીતાએ પતિ વિરુદ્ધ ગણદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY