નવસારી,તા.૧૦
દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. છેલ્લા પાંચ દિવસથી નવસારી સહિત તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ધીમીધારે વરસી રહેલા વરસાદની ગતિ વહેલી સવારથી તીવ્ર બની હતી. નવસારી જિલ્લાનાં તમામ તાલુકાઓમાં મેઘમહેર યથાવત રેહતા ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસી રહેલા વરસાદના આંકડા જોતા નવસારી અને જલાલપોર તાલુકામાં સાડા ત્રણ ઇંચ, ગણદેવી તાલુકામાં સાડા ચાર ઇંચ તો ખેરગામ અને ચીખલી તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
વરસાદી મહોલ જામતા નવસારી શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. રેલવે સ્ટેશન નજીક આવેલા ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. તો બીજી તરફ પાલિકાનાં કામદારોએ ગરનાળામાંથી પાણી બહાર કાઢવાની કામગીરી વરસતા વરસાદ વચ્ચે હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



