વલસાડ,તા.૨૯
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવાર તરીકે દીપક કુરાડા ફોર્મ ભરવા માટે રેલી સ્વરૂપે નીકળ્યા હતા.
લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થઇ ગઇ છે ત્યારે ઉમેદવારો રેલી સ્વરૂપે આવેદન પત્ર આપવા માટે નીકળી પડ્યા છે. જાકે, અપક્ષ તરીકે ઉમેદવારી ભરવા માટે નીકળેયાલા એક ઉમેદવાર સાથે ન વિચાર્યું હોય એવી ઘટના બની હતી. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી બેઠક ઉપર ઉમેદવારી કરવા માટે નીકળેલા અપક્ષ ઉમેદવાર દીપક કુરાડા સહિત રેલીમાં સામેલ હેલ્મેટ વગરના બાઇક ચાલકોને ટ્રાફિક પોલીસે દંડ વસુલ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવાર તરીકે દીપક કુરાડા ફોર્મ ભરવા માટે રેલી સ્વરૂપે નીકળ્યા હતા.
તેઓ વાપીથી પોતાના સમર્થકો સહિત આશરે ૨૦૦થી વધારે બાઇક સાથે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા.
જાકે, સેલવાસામાં ટ્રાફિક પોલીસે રેલીને અટકાવી હતી. અને હેલમેટ વગર બાઇક ચલાવનાર દિપક કુરાડાને દંડ ફટકાર્યો હતો. સાથે સાથે રેલીમાં હજાર હેલમેટ વગરના બાઇક ચાલકો પાસે પણ દંડ વસુલ્યો હતો. આમ બાઇક સ્વરૂપે ઉમેદવારી કરવા નીકળેયલા ઉમેદવારને રેલી ભારે પડી હતી. હવે જોવાનું એ રહ્યું કે અન્ય બીજી રેલીઓમાં ટ્રાફિક પોલીસ કેટલી કડકાઇથી નિયમો પાળવા માટે પગલા લે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





