નવસારી જિલ્લાનાં પશુપાલકો માટે આશીર્વાદસમાન પોલીકલીનીક

0
25

પોલી કલીનીકમાં દરમહિને ૨૫૦ થી ૩૫૦ પશુઅોનીï સારવાર
નવસારી, તા. ૨૬
નવસારી જિલ્લાની ભૂમિ વિરાસતની ભૂમિ ગણાય છે.જયાં પૂજય મહાત્મા ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે મીઠાના કાયદાનો ભંગ કરી, દાંડી સત્યાગ્રહના માધ્યમ વડે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો પાયો નાંખ્યો હતો તે નવસારી જિલ્લો સંસ્કારની નગરી તરીકે પણ ખુબ જ ­ખ્યાત છે. નવસારી જિલ્લો વર્ષોથી પશુપાલન ક્ષેત્રે મોખરાનું તથા આગવું સ્થાન ધરાવે છે. નવસારી જિલ્લામાં કુલ ૪,૩૫,૦૦૦ પશુધન(૨૦૧૨ની વસ્તી ગણતરી ­માણે) છે. જેમાં ગીરગાય, જર્સી ગાય, દેશી ગાય, કાંકરેજી ગાય, શંકર ગાય, જાફ્રાબાદી ભેંસ, બકરી નવસારી જિલ્લામાં છે. નવસારી જિલ્લાનું દૈનિક સરેરાશ દુધ ઉત્પાદન દરરોજ ત્રણ લાખથી વધુ લીટર થાય છે.
નવસારી છાપરા ખાતે અંદાજિત રૂ. ૩ કરોડના ખર્ચે પોલીકલીનીકનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લાના પશુપાલકો માટે આ પોલીકલીનીક આશિર્વાદ સમાન છે. કાંઠા વિસ્તાર વિસ્તાર તથા નવસારી શહેર તથા જિલ્લાના પશુઅો માટે સારવાર માટેની આધુનિક સુવિધાસભર આ પોલીકલીનીક છે. જેથી પશુઓને તાત્કાલિક સારવાર મળી રહે છે. જેથી પશુપાલકો માટે મોટી રાહત છે. પોલીકલીનીક ખાતે દરમહિને ૨૫૦ થી ૩૫૦ ઓ.પી.ડી.થાય છે. ૭૦૦ થી ૮૦૦ પશુઓ માટેની દવા સપ્લાય થાય છે. ૪૦ થી ૫૦ પશુઅોને કૃત્રિમ બિજદાન કરવામાં આવે છે. દર માસે ૧૦ થી ૧૫ ઓપરેશન કરવામાં આવે છે તેમજ ૪૦૦ થી ૫૦૦ પશુઅોને રસીકરણ કરવામાં આવે છે.
પોલીકલીનીક ખાતે ફ્રજ બજાવતા ડો. વિરલભાઇ આહિરે જણાવ્યું હતું કે, પશુઓની તમામ ­કારની સારવાર નિઃશુલ્ક કરવામાં આવે છે. પશુઓમાં ઙ્ગતુ ­માણે રોગ જાવા મળે છે. ચોમાસાની ઙ્ગતુમાં પશુઓમાં ઝાડા, ઉલ્ટી, તાવ અને શરદી જેવા રોગો જાવા મળે છે.દ્યણીવાર સામાન્ય શરદી, તાવ જેવું હોય તો પશુપાલકોને પોલીકલીનીક સુધી ધક્કો ન થાય તે માટે ફેનથી પણ તેમને સારવાર અંગેની જાણકારી આપવામાં આવે છે.
ડો.આહિરે પોલીકલીનીકની સુવિધાઓ વિશે કહયું હતું કે, ભવિષ્યમાં પોલીકલીનીક ખાતે એકસ-રે મશીન, સોનોગ્રાફ્રી મશીન, લે­ઓસ્કોપીની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ લેબોરેટરી ડિપાર્ટમેન્ટની પણ સુવિધા મળશે. આ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. જેનો લાભ પણ નવસારી જિલ્લાને મળશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY