સાસરિયા અને પરિણીતાના ઝઘડામાં મહિલા હેલ્પ લાઈને સમાધાન કરાવ્યું

0
36

ઘરમાંથી હાંકી કઢાયેલી પરિણીતાને મહિલા હેલ્પ લાઈને મદદ કરી
નવસારી, તા. ૨૬
નવસારી ખાતેના વિરાવળ ગામની એક પરણિતા અલ્પાબેન(નામ બદલેલ છે) એ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવેલ કે સાસરીયાવાળા મને કાઢી મૂકી છે અને મારી ૧૦ વર્ષની દિકરીને લઇ લીધી છે. કોલ મળતા જ રેસકયુવાન તાત્કાલિક તેમના ઘરે પહોંચી સફળતાપૂર્વક કાઉન્સેલીંગ ઘ્વારા ભંગાણના આરે આવેલા ૧૦ વર્ષના લગ્નજીવનમાં સુખદ સમાધાન કરાવવામાં સફળ રહયાં હતાં.
અલ્પાબેને ૧૮૧ મહિલા હેલ્પલાઇનને માહિતી આપતા જણાવ્યું હતું કે, વિરાવળના મહેશ જોડે લવ મેરેજ થયા હતાં. સંતાનમાં એક દિકરીનો જન્મ થયો હતો. શરૂઆતથી જ અલ્પાબેનના સાસુને આ લગ્ન મંજૂર ન હતું. ઉપરાંત અલ્પાબેનને દિકરીનો જન્મ થતાં રોજબરોજ નાની નાની બબતને લઇને સાસુ વહુ વચ્ચે ઝગડાઓ થતા રહેતા જેથી કંટાળીને અલ્પાબેન તેમના પિયરમાં જતી રહી હતી. થોડા દિવસ બાદ મહેશ અલ્પાને સમજાવી પોતાની સાથે તેડી લાવતો. થોડા દિવસ સારું ચાલ્યા બાદ રોજબરોજ સાસુ અને વહુ વચ્ચે ઝગડાઓ વધતા રહયાં. થોડા સમય બાદ સાસુ-સસરાએ અલ્પાબેનની દિકરી લઇ લીધી અને તેમને ધકકા મારીને ઘર બહાર કાઢી મૂકી હતી.
અલ્પાબેનને ઘર બહાર કાઢી મૂકતા તેમણે ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી પોતાને મદદ કરવા વિનંતી કરી હતી. ૧૮૧ કાઉન્સેલીગ ટીમને જણાવ્યું કે છેલ્લા કેટલાંય વર્ષોથી આ ત્રાસ સહન કરું છુ. હુ પિયરમાં પણ રહી શકુ તેમ નથી જેથી મને છૂટાછેડા કરાવી આપો. તેમની વાત સાંભળી ટીમ ઘ્વારા તેના સાસુ-સસરાને અને પતિને સમજાવ્યા હતાં. દરેકને પોતાની ભૂલનો અહેસાસ થતા બધા તેઓએ જણાવ્યું કે, હવે અમે ઝગડો કરીશું નહિ અને શાંતિથી રહીશુ. આમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ ઘ્વારા અસરકારક કાઉન્સેલીંંગ કરી અલ્પાબેનનું લગ્નજીવન ભંગાણ થતા બચાવી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY