ભારે વરસાદ વચ્ચે ટ્રાફિક ડયૂટી કરતાં પોલીસ જવાનનો વીડિયો વાયરલ

0
34

નવસારી,તા.૨૭
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, જો કે વરસાદની વચ્ચે પણ ડયૂટી કરી રહેલા નવસારીના પોલીસ જવાનનો વીડિયો વાયરલ થયો છે. મૂશળધાર વરસી રહેલા વરસાદ વચ્ચે જવાન પોતાની ડયૂટી કરી રહ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વાયરલ થયેલો આ વીડિયો નવસારીમાં આવેલા વિવેકાનંદ સર્કલનો હોવાનું સામે આવ્યું છે. જવાન રેઇનકોટ વગર પોતાની ડયૂટી નિષ્ટા પૂર્વક નિભાવી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે.
એક તરફ જિલ્લામાં વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયા છે, જેના કારણે ઠેર ઠેર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી, આ ટ્રાફિકને ક્લિયર કરી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર પોલીસ જવાનનો વીડિયો વાયુવેગે વાયરલ બન્યો છે. તો લોકો પણ તેની કામગીરીના વખાણ કરી રહ્યાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY