કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બટરફ્લાય ગાર્ડનનું નિર્માણ : 50 થી વધુ પ્રજાતિ દેશ વિદેશ થી લવાશે 

0
62

સ્ટેચ્યુ પાસે બનેલ ફ્લાવર શોમાં ડીએફઓ પ્રતીક પંડ્યા એ બટરફ્લાય કેવી રીતે ઉછેરાય કયા રોપા લાવ્યા એ બાબત સમજાવી હતી. 

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક સાઈડ સંપૂર્ણ વિકાસ થઇ ગઈ છે ત્યારે બીજી સાઈડને વિકસાવવામાં આવી રહી છે જેમાં કેક્ટસ ગાર્ડન સાથે વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે જેમાં ભારતની તમામ પ્રજાતિ સાથે વિદેશોની 50 થી વધુ પતંગિયાની પ્રજાતિ ઓ લાવવામાં આવશે જેને 31 ઓક્ટોબર ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રિમોટ દબાવી સ્ટેજ પરથી ખુલ્લું મુકાશે, અને શક્ય હશે તો મુલાકાત પણ લેશે.

કેક્ટસ ગાર્ડન સાથે આ બટરફ્લાય પણ નર્મદા વન વિભાગ ગોરા રેન્જ સાથે ગીર ફાઉન્ડેશન દ્વારા હાલ વિકસાવવામાં આવી રહ્યું છે જેમાં વિવિધ પ્રજાતિના પતંગિયા પ્રવાસીઓને જોવા મળશે હાલ આ ગાર્ડન તૈયાર કરવામાં આવી રહ્યું છે. 31 ઓક્ટોબરના 5 દિવસ પહેલા આ રંગ બેરંગી પતંગિયા લાવવામાં આવશે જે અનેરું આકર્ષણ પણ ઉભું કરશે, એટલુંજ નહિ પતંગિયા માટે વિકાસ કેન્દ્ર પણ બનશે જેના માટે તેના ખાસ કેર ટેકર મુકાશે.

આ બાબતે પ્રતીક પંડ્યા એ જણાવ્યું હતું કે એવા ખાસ રોપા આવે છે જે રસીલા હોય છે અને જે પતંગિયાને ખુબ પ્રિય હોય છે. જો પતંગિયા સાથે આવા રોપાઓ પણ ઉછેર કરવામાં આવે તો પતંગિયાની વસ્તી પણ વધે અને આ છોડ પર ચોંટેલા રહે તો પ્રવાસીઓ મન ભરીને માણી શકે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY