નવસારી,તા.૩૧
ચીખલી તાલુકાની ચરી ગામે એક ગોજારી ઘટના બની હતી જેમાં પાણીના ધસમસતા પ્રવાહમાં વહેણ પાર કરવા જતાં ૬૧ વર્ષના વૃદ્ધ તણાયા હતા. ડાંગરની રોપણી માટે ચેકડેમના પીચિંગ ઉપરથી સામા છેડે જઈ રહેલા વૃદ્ધ પાણીના ધસમસતા વહેણમાં તણાયા હતા. મોડી સાંજ સુધી વૃદ્ધની શોધખોળ કરાઈ હતી.
ચરી ગામના ૬૧ વર્ષીય મંગા પટેલ પાણીમાં તણાતા હોય તેવા લાઇવ દૃશ્યો પણ સામે આવ્યા હતા. લાપતા વૃદ્ધની શોધખોળ માટે એનડીઆરએફએ જહેમત ઉઠાવી હોવા છતાં ગઈકાલે સાંજ સુધી મંગા પટેલનો પતો ન મળતા સર્ચ ઑપરેશન પડતું મૂકાયું હતું. પાણી અને અંધારાના જોખમ સામે રાત્રે પડતું મૂકાયેલું સર્ચ ઑપરેશન હવે વહેલી સવારથી હાથધરાયું છે.
જોકે, એનડીઆરએફના સર્ચ ઑપરેશન છતાં વૃદ્ધની ભાળ ન મળતા ગ્રામજનો અને પરિવારજનો ચિંતામાં મૂકાયા છે. એનડીઆરએફની ટીમે ચેકડેમ અને આસપાસના વિસ્તારમાં સઘન સર્ચ ઑપરેશન કર્યુ હતું. દોરડા બાંધી અને ચેકડેમના ધસમસતા પાણીમાં ઉતરેલી એનડીઆરએફને ગઈકાલે નિરાશા સાંપડી હતી. જોકે, ફરી એનડીઆરએફસર્ચ કરી રહ્યું છે, ત્યારે વૃદ્ધ મંગા પટેલની કોઈ પણ પ્રકારની ભાળ મળી નથી. ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલમાં લોકો સાવધાની વરતવી જોઈએ તે જ અનિવાર્યા છે, ચરી ગામના મંગા પટેલે લાપરવાહી દાખવી હતી કે પછી અકસ્માતે પાણીમાં પડયા તે પણ તપાસનો વિષય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



