નવસારી,તા.૧૯
દક્ષિણ ગુજરાતમાં વરસાદની સવારી ધીમી પડી છે. હળવા શ્રાવણીયા વરસાદી ઝાંપટા પડી રહ્યાં છે. ધીમા વરસાદના પગલે શહેરી જનોની સાથે ખેડૂતોએ પણ કામ શરૂ કરી દીધા છે. ખેતરોમાં વરસેલા કાચા સોના સમાન વરસાદના પગલે મેઘમહેર છવાઈ છે. ગુજરાતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં સૌથી વધુ એકાદ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની માહિતી
નવસારી. ૦૫મી.મી
જલાલપોર.૦૭ મી.મી.
ગણદેવી. ૦૦ મી.મી.
ચીખલી.૦૧ મી.મી.
વાસદા. ૦૦મી.મી.
ખેરગામ ૦૦ .મી.મી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



