ચૂંટણીનાં માહોલ વચ્ચે લગ્ન કંકોત્રીમાં પીએમ મોદીને વોટ આપવા અપીલ

0
11

બનાસકાંઠા,તા.૧૧
હાલ ગુજરાત સહિત આખા દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, એટલે લોકો પોતાના તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે અવનવા અખતરા કરતા હોય છે. ત્યારે બનાસકાંઠામાં દાંતીયા ગામના પટેલ પરિવાર દ્વારા લગ્ન કંકોત્રીમાં એવો પ્રયાસ કરાયો છે, જેને જાણીને તમામને નવાઇ લાગે. આ પટેલ પરિવારની લગ્ન કંકોત્રીમાં સ્પષ્ટપણે મોદી પ્રેમ દેખાઇ આવે છે.
થરાદના દાંતીયા ગામના પટેલ પરિવારમાં ટૂંક સમયમાં લગ્નનો પ્રસંગ આવી રહ્યો છે. ત્યારે તેમને લગ્ન કંકોત્રીમાં સ્પષ્ટપણે ભાજપ તરફી અનોખો પ્રેમ જાવા મળી રહ્યો છે. તેમને પોતાની કંકોત્રીમાં ૨૦૧૯માં નરેન્દ્ર મોદીને વોટ આપવા માટે પોતાના મહેમાનોને અપીલ કરી છે. આ સિવાય તેમને લગ્ન કંકોત્રીમાં પીએમ નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કર્યો છે.
દાંતીયા ગામના પટેલ પરિવારે વોટ સિવાય જૂનવાણીના કૂ-રિવાજા છોડી વ્યસન મુક્તિનો પણ સંદેશ આપ્યો છે. સાથે કંકોત્રીમાં ભાજપની જે રીતે વાહવાહી કરી છે તેને જાતા એવું લાગી રહ્યું છે કે તેઓ ભાજપના ચુસ્ત સમર્થક છે, અને પોતાની કંકોત્રીમાં પીએમ મોદીનો ઉલ્લેખ કરી ૨૦૧૯માં પણ પીએમ મોદીને વોટ આપી તેમને જીતાડવા માટે સંદેશ આપી રહ્યા છે. તેઓ કંકોત્રીમાં જણાવી રહ્યા છે કે, આપનો કિંમતી મત ૨૦૧૯માં નરેન્દ્ર મોદી(ભાજપ)ને આપનો મત આપો અને અપવો. બીજી બાજુ ભાજપનું સૂત્ર હર હર મોદી ઘર ઘર મોદીનો પણ ઉલ્લેખ કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY