સ્ટ્રેટેજીક પાર્ટનર મોડલ લાગુ કરવા માટે મંજૂરી અપાઈ
ન્યુ દિલ્હી,તા.૩૧
રક્ષા મંત્રાલયે નૌસેના માટે ૨૧૭ અબજ રૂપિયાની કિંમતનાં ૧૧૧ હેલિકાપ્ટર ખરીદવાની મંજૂરી આપી છે. રક્ષામંત્રાલયે એ પણ કહ્યું કે સ્ટ્રેટેજીક પાર્ટનર મોડલ લાગુ કરવા માટે દિશાનિર્દેશને મંજૂરી આપવામાં આવી છે. નેવી માટે હેલિકોપ્ટર આ નીતિ અંતર્ગત ભારતમાં જ બનાવવામાં આવશે. જીઁ નીતિનું શરૂઆતનું લક્ષ્ય ૪ શ્રેણીનાં સૈન્ય સામાન જેવા કે ફાઇટર પ્લેન, હેલીકોપ્ટર, સબમરીન અને આર્મર્ડ વ્હીકલ તૈયાર કરવાનું છે. આ નીતિ મે ૨૦૧૭માં રજૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત એવી નીતિ રજૂ કરવામાં આવશે જેનાથી કોઇ વિદેશી વેંડર દ્વારા ટ્રાન્સફર ટેક્નોલોજીનાં આધારે ભારતની કંપનીઓ ભારતમાં જ સૈન્ય માટે હથિયાર તેમજ અન્ય વસ્તુઓનું નિર્માણ કરશે.
આ નીતિ અંતર્ગત વાયુ સેના માટે ૧૧૦ મધ્યમ ફાઇટર પ્લેન, નૌસેના માટે ૧૨૩ મલ્ટી રોલ હેલિકોપ્ટર, નૌસેના માટે ૧૧૧ યૂટિલિટી હેલિકોપ્ટર અને ૬ પરંપરાગત સબમરીન દેશમાં જ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત કોસ્ટ ગાર્ડ માટે ૮ ઝડપી ગતિથી ચાલનારા પેટ્રોલ જહાજની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે. અંદાજે ૮ અબજ રૂપિયાનાં સોદા અંતર્ગત આવનારા વેસલ્સનું નિર્માણ સંપૂર્ણ રીતે સ્વદેશી સ્તર પર કરવામાં આવશે.
રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “નીતિ ને લાગૂ કરવાના પગલા તરફ અને પ્રક્રિયા શરૂ કરવા માટે નવલ યૂટિલિટી હેલિકોપ્ટર ખરીદવા માટે વિશેષ દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.” આનાથી નેવીનાં ૨૧૭.૩૮ અબજ રૂપિયાનાં ૧૧૧ હેલિકોપ્ટરની ખરીદી પ્રકિયા શરૂ કરવાને લીલી ઝંડી મળી ગઇ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


