ફિલ્મ ઇન્ડસ્ટ્રીને માફિયા ચલાવે છે : પહલાજ નિહલાણી

0
5

મુંબઈ,તા.૨૩
ગોવિંદાની ફિલ્મ ‘રંગીલ રાજા’ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ એ રીતે રીલીઝ ના થઇ શકી જે રીતે ફિલ્મનાં નિર્માતા પહલાજ નિહલાણી ઇચ્છી રહ્યા હતા. તાજેતરમાં જ પહલાજ નિહલાણીએ એક ઇન્ટરવ્યૂ આપ્યુ હતુ જેમાં તેમણે પોતાની ફિલ્મ અને તેનાથી જાડાયેલી વાતો કરી હતી. તેમની વાતો કોઇને પણ ચોંકાવી દેવા માટે પર્યાપ્ત છે. ગોવિંદાની લો બજેટ ફિલ્મ ‘રંગીલા રાજા’ હાલમાં રીલીઝ થઇ. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સે પસંદ કરી નથી. ૧૮ જાન્યુઆરીનાં રોજ રીલીઝ થયેલી આ ફિલ્મે આૅપનિંગ વીકમાં ૧૦થી ૧૫ લાખ સુધીનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મને પહલાજ નિહલાણીએ ડાયરેક્ટ કરી છે.
આ ફિલ્મ અસફળ જતા ફિલ્મનાં ડાયરેક્ટર પહલાજ નિહલાણીએ કહ્યું કે, “ઇન્ડસ્ટ્રીનાં લોકો મને અને ગોવિંદાને ખત્મ કરવા ઇચ્છે છે. ઇન્ડસ્ટ્રીનાં અત્યારે ગ્લેમરસ માફિયા ચલાવી રહ્યા છે. તેઓ બધા સાથે ઊંઘે છે, ખાય છે અને સાથે ફિલ્મો કરે છે. ઇન્ડસ્ટ્રીમાં મારા અને ગોવિંદાનાં ઘણા દુશ્મને છે. તેમના કારણે મારી ફિલ્મને થિયેટર્સ નથી મળ્યા. સેન્સર બાર્ડમાં મારા કામ કરવાની રીતને લઇને મને અત્યારે પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને હવે મારા કારણે મારી ફિલ્મનાં હીરો ગોવિંદાને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.” તેમણે દાવો કર્યો છે કે તેવો ફરી ગોવિંદા સાથે ફિલ્મ બનાવશે અને સાબિત કરશે કે બંને આજે પણ કેટલા સફળ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY