હાલ તેઓ ડોએચ બેન્ક ઈન્ડિયાના સીઇઓ છે
ન્યુ દિલ્હી,તા.૨૪
રવનીત ગિલ યસ બેન્કના એમડી અને સીઈઓ બનશે. આરબીઆઈએ તેની મંજૂરી આપી દીધી છે. ગિલ ૧ માર્ચ સુધી પદ સંભાળશે. તે હાલ ડોએચ બેન્ક ઈન્ડિયાના સીઈઓ છે. ગિલ ૧૯૯૧થી ડોએચ બેન્કમાં છે. તેમણે કેપિટલ માર્કેટ, ટ્રેઝરી, ફાઈનાન્સ, ફોરને એકસચેન્જ, રિસ્ક મેનેજમેન્ટ અને પ્રાઈવેટ બેન્કિંગનો અનુભવ છે. ગિલની નિમણૂંકના સમાચારથી યસ બેન્કના શેરમાં ૧૪ ટકા તેજી આવી છે.
ગિલ યસ બેન્કમાં રાણા કપૂરની જગ્યા લેશે. સપ્ટેમ્બર ૨૦૧૮માં આરબીઆઈએ યસ બેન્કને નિર્દેશ આપ્યો હતો કે વર્તમાન સીઈઓ રાણા કપૂરનો કાર્યકાળ ઘટાડીને ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધીનો કરી દેવામાં આવ્યો છે. આરબીઆઈએ યસ બેન્કની એનપીએનું જે મુલ્યાંકન કર્યું હતું, તેમાં બેન્કના આંકડાઓમાં અંતર બહાર આવ્યું હતું. આ કારણે આરબીઆઈએ રાણા કપૂરનો કાર્યકાળ ઘટાડવાનો આદેશ આપ્યો હતો.
રાણા કપૂર વર્ષ ૨૦૦૪માં યસ બેન્કના સીઈઓ બન્યા હતા. ગત વર્ષે ઓગસ્ટ ૨૦૦૮માં શેરધારકોની મંજૂરી મળી હતી, બાદમાં કાર્યકાળ ૩ વર્ષ માટે વધારવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


