ઢાકા,તા.૧૧
ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથ ઇજાગ્રસ્થ થઈને બાંગલાદેશ પ્રીમિયર લીગમાંથી બહાર થઈ ગયો છે. ગુરુવારે કોણીમાં ઇજા થતાં તેણે આ નિર્ણય લીધો હતો. તે આ લીગમાં ફક્ત બે મેચ રમી શક્્યો હતો. કોમિલા વિક્ટોરીયન્સના કોચ મોહમ્મદ સલાહુદ્દીને સ્મિથની જાણકારી આપી હતી. તેણે કહ્યું કે ઢાકામાં સ્મિથનો એમઆરઆઈ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જે બાદ તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.
સ્મિથ છેલ્લા ૯ મહિનાથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી શકિયો નથી. ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાના કેપટાઉન ટેસ્ટ વખતે થયેલ બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ તેના પર ૧૨ મહિનાનો બેન લાગ્યો હતો. તે ૩૦ માર્ચથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી શકશે.
સલાહઉદીને કહ્યું કે, “સ્મિથ કોણીની ઇજાથી પરેશાન છે. અમને નથી ખબર કે તેને આ ઇજા કેવી રીતે થઇ છે, પરંતુ છેલ્લા બે દિવસથી તે પ્રેÂક્ટસમાં ભાગ નથી લઈ શકિયો. એમઆરઆઈ રિપોર્ટમાં કંઈ સ્પષ્ટ નથી, પરંતુ ઓસ્ટ્રેલિયાના ફિઝિયોએ તેને ઘરે પાછું ફરવા કહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



