મુંબઈ,તા.૨૪
રણવીર સિંઘે તેની દરેક ફિલ્મની સાથે મૂવીલવર્સને ઇમ્પ્રેસ અને એન્ટરટેઇન કરવાનું પ્રોમિસ આપ્યું હતું અને તે અત્યાર સુધી તેની આ વાતને વળગી રહ્યો છે. બોલિવૂડનો આ એનર્જેટિક એક્ટર હવે લેજન્ડરી ક્રિકેટર કપિલ દેવના શૂઝમાં પગ નાંખવા માટે પોતાની જાતને સજ્જ કરી રહ્યો છે.
રણવીર ઇંગ્લેન્ડના લોડ્ર્ઝ સ્ટેડિયમ ખાતે ૧૯૮૩ના વર્લ્ડ કપમાં ઈન્ડિયાની ઐતિહાસિક જીત પર આધારિત બાયોપિક ‘‘૮૩’માં આ ક્રિકેટરના રોલમાં જાવા મળશે. કબીર ખાને આ બિગ પ્રોજેક્ટની જાહેરાત કરતી વખતે એને એપ્રિલ ૨૦૧૯માં રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. જાકે, એના શૂટિંગમાં વિલંબ થતો રહ્યો. હવે આ ફિલ્મ દસમી એપ્રિલ, ૨૦૨૦ના રોજ રિલીઝ થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



