ન્યુ દિલ્હી,તા.૭
ઓસ્ટ્રેલિયાએ ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થનારા ભારત પ્રવાસ માટે તેની ટીમની જાહેરાત કરી છે. મિશેલ સ્ટાર્ક અને મિશેલ માર્શ મર્યાદિત ઓવરોની શ્રેણીમાંથી બહાર છે, જ્યારે એરોન ફિન્ચની કેપ્ટનશીપ અકબંધ રહેશે.
બોલર સ્ટાર્ક ઈજાના કારણે પ્રવાસ માટે તૈયાર નથી. જ્યારે ઓલ-રાઉન્ડર મિશેલ માર્શને ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન મળ્યું નથી. બીજા ટેસ્ટના અંતિમ દિવસે કેનબરા ખાતેના બીજા ટેસ્ટમાં શ્રીલંકા સામે બોલિંગ કરતી વખતે સ્ટાર્કને ઈજા થઈ હતી.
૨૭ વર્ષીય ફાસ્ટ બોલર કેન રિચાર્ડસન જૂન ૨૦૧૮ પછી પાછા ફર્યા છે. બિગ બેસ લીગ – ૨૦૧૮/૧૯માં અત્યાર સુધીમાં તેઓએ સૌથી વધુ ૨૨ વિકેટ મેળવી છે. મિશેલ માર્શ ઉપરાંત, પીટર સિડલ અને બિલી સ્ટેનલેકને પણ બાકાત રાખવામાં આવ્યા છે. જે ગયા મહિને ભારત સામેની મેચમાં ટીમ વિરુદ્ધ ટીમમાં સામેલ હતા.
રાષ્ટ્રીય પસંદગીકાર ટ્રેવર હોન્સે જણાવ્યું કે બરડાના સ્નાયુઓની ઇજાને કારણે સ્ટાર્ક ભારત પ્રવાસ માટે ફિટ ન નથી, પરંતુ માર્ચમાં યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ) માં પાકિસ્તાન સામે વન-ડે શ્રેણીમાં પરત આવી જશે.
ઓસ્ટ્રેલિયન ટીમ ટી -૨૦ મેચ માટે ભારતની મુલાકાત લેશે અને આ પછી પાંચ મેચની શ્રેણી યોજાશે.
ઓસ્ટ્રેલિયા-ટીમઃ આરોન ફિન્ચ (સુકાની), પેટ કિયુંમિન્સ, એલેક્સ કેરી, જેસન બેહરેનડોર્ક, નાથન કૂલ્ટર નાઇલ, પીટર હેંડસકોમ્બ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, શૌન માર્શ, ગ્લેનમેક્સવેલ, ઝે રિચાર્ડસન, કેન રિચાર્ડસન, ડાર્સી શોર્ટ, માર્કસ સ્ટોઇનીસ, એશ્ટન ટર્નર, એડમ જાંપા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



