બિનખેતીની પ્રક્રિયા ઓનલાઇન થયા બાદ ૫૪૫ ફાઇલ મંજૂર થઇ

0
13

સુરત,તા.૭
રાજ્યભરમાં બિનખેતીની પ્રક્રિયા ઓનલાઇન કરાયા બાદ સુરતમાં ત્રણ મહિનાના સમયગાળામાં ૫૪૫ અરજી આવી હતી. જેમાંથી ૧૩૯ બિનખેતીની ફાઇલ મંજૂરી થઇ છે. જ્યારે ૯૬ રિજેક્ટ કરાઇ હતી. ઉપરાંત ૩૧૦ અરજી ગ્રીમ રેડ અને યલો ચેનલના સ્ટેજ ઉપર છે. ૯૬ રિજેક્ટ થયેલી અરજીઓમાં ૬૭ અરજી પ્રાથમિક ધોરણે જ રિજેક્ટ કરાઇ હતી. કેમકે, આ અરજીઓ સાથે એફિડેવિટ સહિતની માહિતી યોગ્ય રીતે રજૂ કરાઇ નહીં હોવાથી રિજેક્ટ કરી દેવામાં આવીહ તી.
બિનખેતીની મંજૂરી માટે ઓનલાઇન અરજીની સંખ્યામાં તબક્કાવાર રીતે વધી રહી છે. ઓલાઇનિ પ્રક્રિયા થયા બાદ જે તે વિભાગ પોતાનો અભિપ્રાય ઓનલાઇન અરજીના આધારે આપી દે છે. તેથી અરજી કર્યાબાદ ખૂબ જ ટૂંકા સમયગાળામાં બિનખેતીની પરવાનગી પણ મળી રહી છે.
બિનખેતી માટે અરજી કર્યાબાદ અરજીને સ્ટેટ્‌સ જાણવા ત્રણચેનલ નક્કી કરવામાં આવી છે. જેમાં ગ્રીન, યલો અને રેડ ચેનલ છે. અરજી કરનાર ઓનલાઇન સ્ટેટસ પણ જાણી શકે છે.
દરમિયાન સુરતમાં ૧-લી નવેમ્બર બાદ અત્યારસુધીમાં ૫૪૫ ઓનલાઇન અરદી આવી છે. જેમાંથી ૧૩૯ અરજી મંજૂર કરી દેવામાં આવી છે. જ્યારે ૯૬ રિજેક્ટ કરી દેવાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY