એસસી-એસટી એક્ટમાં ફેરફાર બદલ સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ

0
10

ન્યુ દિલ્હી,તા.૭
દેશમાં એસસી-એસટી કાનૂનનો મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. આ વખત મામલો ગત વખત કરતાં જુદો છે. કાનૂનમાં સંશોધન લાવનાર બિલ કેન્દ્ર સરકારે પસાર કર્યું, એના પર સુપ્રીમ કોર્ટને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને નોટિસ આપીને ૬ સપ્તાહમાં જવાબ રજૂ કરવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટ હવે એસસી-એસટી એક્ટમાં કેન્દ્ર સરકાર તરફ કરાયેલાં સંશોધન અંગે વિચારણાકરશે અને એની અનુરુપતાને સમજવાની કોશિશ કરશે. આ મામલામાં વકીલ પૃથ્વી રાજ ચૌહાણ અને પ્રિયા શર્માએ અરજી દાખલ કરી છે, જે અંતર્ગત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ૬ સપ્તાહમાં જવાબ માંગ્યો છે.
અહીંયા એ નોંધવું રહ્યું કે, સુપ્રીમ કોર્ટે એસસી-એસટી કાનૂનમાં ખામી તરફ કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું હતું પરંતુ કાનૂનમાં સંશોધન કરીને સવર્ણો અને ઓબીસી વર્ગને નારાજ કર્યા. હવે સુપ્રીમ કોર્ટેમાં એક અરજી દાખલ કરીને સંશોધિત કાનૂન પર વિચારણા કરવાની દાદ માગવામાં આવી છે.
એસસી-એસટી સંશોધનમાં નવી જાગવાઈ ૧૮-એ અનુસાર દલિતોને પરેશાન કરવાના મામલે તાત્કાલિક ધરપકડ થશે અને અગ્રીમ જમાનત પણ મળશે નહીં. અરજીમાં આ જાગવાઈ પ્રત્યે વાંધો લેવામાં આવ્યો છે. અહીંયા એ નોધવું રહ્યું કે, એસસી-એસટી કાનૂન ૨૦૧૮માં લોકસભામાં અને રાજ્યસભામાં પસાર થયો અને એનું જાહેરનામું પણ બહાર પડી ચુક્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY