મોદીજી, નિશુલ્ક શિક્ષા અને સ્વાસ્થ્ય તેમજ પેન્શન માટે કામ કરોઃ ઋષિ કપૂર

0
6

મુંબઈ,તા.૨૭
ઋષિએ લોકસભા ચૂંટણીમાં ભાજપાની જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઇરાની અને અરૂણ જેટલીને કેટલીક વાતો તરફ ધ્યાન દોરીને સલાહ આપી છે કે આ મુદ્દાઓ પર ખાસ કામ કરે.
ઋષિએ લખ્યુ છે કે ફરી એક વાર સત્તા પર આવનાર ભાજપા, અરૂણ જેટલી, સ્મૃતિ ઇરાની અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને મારી નમ્ર વિનંતી છે કે કૃપા કરીને ભારતમાં નિશુલ્ક શિક્ષા અને સ્વાસ્થ્ય તેમજ પેન્શન માટે કામ કરો. આ મુશ્કેલ છે, પણ જા તમે ઇચ્છો તો આ કરી શકો છો. આ કામ તમે સત્તા પર છો ત્યારે અને મને વિશ્વાસ છે કે તમે જનતા માટે કરશો. આ કામ તમે આજથી જ શરૂ કરી દેશો તો તમને આમા સફળતા જરૂરથી મળી જશે.
ઋષિએ તેના બીજા ટ્‌વીટમાં કહ્યું છે કે શિક્ષા મેળવેલ સ્નાતક યુવાનોને રોજગારીની સારી તકો આપો, બીમાર લોકોને યોગ્ય સારવાર મળે તો નવી જિંદગી મળી શકે તેમ છે. આનાથી લોકતંત્ર મજબુત થશે. ઋષિએ એ પણ કહ્યું કે જો મે વધારે બોલી દીધુ હોય તો મને માફ કરજા. પણ નાગરિક તરીકે મારી ફરજ છે આ બાબતોને તમારી સામે લાવુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY