પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ નેશનલ હાઈવે પર સાયલા ગામ પાસેથી પસાર થતા હાઇવે પરથી રાજકોટ આર.આર.સેલે દ્વારા ગત મોડી રાત્રે ઇંગ્લિશ દારૂ ભરેલ ટેન્કર નંબર GJ 08 y 9510 ને ઝડપી પાડી તેનો અભ્યાસ કરતા માતબર ૫૦૦ પેટી મૂનવોક બ્રાન્ડની વિદેશી દારુની પેઢીઓ અને ટેન્કર ની કિંમત કુલ મળી 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરતાં સમગ્ર પંથકના બુટલેગરો માં હાહાકાર મચી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ એલપીજી ગેસ ટેન્કર માંથી પણ દારૂની પેટીઓ કબજે કરાઈ હતી આમ આ જોતાં એમ લાગી રહ્યું છે કે બુટલેગરો પણ પોતાની મોડસ ઓપરેન્ડી બદલીને પણ દારૂ વેચવાનું ચૂકતા નથી. રાજ્યમાં જેમ દારૂ પર કડક નશાબંધીનો અમલ કરવામાં આવી રહ્યો છે તેમ તેમ દારૂના ભાવ કૂદકે ને ભૂસકે વધતા જતા બુટલેગરોને બખ્ખા થઈ ગયા છે ,બુટલેગરો ગમે તે રીતે દારૂની હેરાફેરી કરવાનું ચુકતા નથી.

લોકચર્ચા એવો ફાટી નીકળી છે કે આ નબળી દારૂબંધીને દૂર કરી અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ દારૂની પરમીટ વાળી દુકાનો ખોલી સરકાર પોતાની આવક શા માટે વધારતી નથી? શા માટે ગુજરાતની પ્રજાને ભારતના બંધારણમાં રહેલા સમાન નાગરિકત્વ ના હક્ક થી જબરજસ્તી અળગા રાખવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતમાં જન્મ્યા એ કઈ ગુજરાતી ની ભૂલ નથી તેથી હવે સરકારે આ પકડાપકડી નો કથિત ખેલ બંધ કરી ગુજરાતમાં આવનારી ચૂંટણી પહેલા દારૂબંધી હટાવવામાં આવે એમ ચર્ચાય છે કે સો ટકા ગુજરાતમાં ફરીવાર ભારતીય જનતા પાર્ટીનું શાસન તો આવે જ, પણ કથિત હપ્તારાજ બંધ થાય અને પોલીસ પણ અના. અન્ય કામે જોતરાય એવો પ્રજાનો સુર સંભળાઈ રહ્યો છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



