ધાનાણીના કૌટુંબિક ભાઈએ પાલિકા પ્રમુખ પર હિચકારો હુમલો કરતાં હોબાળો મચ્યો

0
40

અમરેલી,તા.૭
અમરેલી કોંગ્રેસ શાસીત નગરપાલિકામાં આજે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના જ બે જૂથ વચ્ચે આંતરિક વિખવાદ ચરમસીમા પર આવી ગયો હતો અને ચાલુ સભામાં શરમજનક દ્રશ્યો સર્જાયા હતા. વિપક્ષ નેતા ધાનાણીના કૌટુંબિક ભાઇએ જ પાલિક પ્રમુખ અને ચીફ ઓફિસર પર હિચકારો હુમલો કરતા હોબાળો મચી ગયો હતો અને સભા તોફાની બની હતી.
નગરપાલિકામાં કોંગ્રેસના જ બે જૂથો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. આજે સામાન્ય સભામાં પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઇ સંદિપ ધાનાણી સહિત કેટલાક સભ્યોએ પાલિકા પ્રમુખ જેન્તીભાઇ રાણવા અને ચીફ ઓફિસર એચ.કે. હુણ પર ખુરશીઓ ફેંકી હુમલો કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવને લઇને પાલિકાના કર્મચારીઓ વીજળીક હડતાળ પર ઉતર્યા છે. પ્રમુખ દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY