ધારીના શેરડીમાં અરજીની તપાસમાં ગયેલા પીએસઆઇ સહિત બે પોલીસમેન પર છરીથી હુમલો
અમરેલી,તા.૧૭
અમરેલીના ધારીમાં પોલીસની આબરુના લીરે લીરા ઉડાવતી ઘટના સામે આવી છે. ધારીના શેમરડીમાં તપાસમાં ગયેલા પોલીસ કર્મીઓ પર કેટલાક લોકોએ છરી વડે હુમલો કર્યો હતો, હુમલામાં એક પોલીસકર્મીને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ શેમરડી દોડી ગયા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે ધારીના શેમરડીમાં શનિવારે એક PSI એ.વી. પટેલ તથા તેમની સાથ એક પોલીસકર્મી મહેન્દ્ર વાળા તપાસ અર્થે ગયા હતા, આ દરમિયાન પાંચ જેટલા શખ્સોએ અચાનક છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં PSI પટેલને છરી વાગતા છ ટાકા આવ્યા હતા, તો તેમની સાથે રહેલા પોલીસકર્મી મહેન્દ્ર વાળાને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેઓ હાલ સારવાર હેઠળ છે.
ઘટનાની જાણ વાયુ વેગે સમગ્ર પંથકમાં ફેલાતા ચકચાર મચી જવા પામ્યો છે. સમગ્ર ઘટના અંગે ધારી પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ ૩૦૭ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, તો અમરેલી જીઁ સહિતનો પોલીસ કાફલો શેમરડી જવા રવાના થયા હતા. જા કે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસમાં પોલીસ પર હુમલાની આ ત્રીજી ઘટના બની છે. જેના કારણે પોલીસની આબરુના ધજાગરા ઉડી રહ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




