સુરત,તા.૭
સુરતમાં આજે વહેલી સવારે સચિન-કનસાડ રેલવે બ્રિજ નજીકની ઉમંગ સોસાયટી પાસેના ઝાડ નીચેથી ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી હતી. બાળકીના રડવાના અવાજ પછી લોકોને આની જાણ થતાં તરત જ તેના પરિવારને શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને નિષ્ફળતા હાથ લાગી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જાવા મળી રહ્યો છે.
આ લોકોએ જ તેને ૧૦૮ અને ૧૦૯ હેલ્પ લાઈનની મદદથી બિનવારસી બાળકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ લવાઇ હતી. માસૂમને ત્યાં દ્ગૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવી છે.
૧૦૮ના કર્મચારી હેતલબેને જણાવ્યું હતું કે, હું જ્યારે ઘટના સ્થળએ પહોંચી ત્યારે માસૂમ ફૂલ જેવી બાળકી સ્થાનિક લોકોના હાથમાં હતી. કોઈકે ધાબડા અને ગુલાબી બેબી રૂમાલમાં લપેટી બાળકીને તરછોડી દીધી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. પ્રાથમિક તપસમાં બાળક સ્વસ્થ હોવાનું દેખાઇ રહ્યું છે. અનુમાન પ્રમાણે આ બાળકીનો જન્મ ૬થી ૭ દિવસ પહેલા જ થયો હોય તેવું આનુમાન કરી શકાય છે. બાળકીનું વજન લગભગ ૨ કિલોનું હોય શકે છે.
બાળકીના સ્વાસ્થ્ય ને જાઈ હાલ તેણીને તાત્કાલિક દ્ગૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવી છે. ત્યજી દેવાયેલી બાળકીના પરિવારને શોધી કાઢવા પોલીસ જાણ કરાઈ છે. બાળકી તંદુરસ્ત અને સ્વસ્થ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



