ભાજપાથી તકલીફ છે તો શત્રુધ્નસિન્હા પાર્ટી છોડી કેમ દેતા નથી?: સુશીલકુમાર મોદી

0
16

પટના,તા.૧૭
એક્ટર અને રાજકારણી સાસંદ શત્રુધ્ન સિન્હા ઘણા સમયથી નરેન્દ્ર મોદીનાં ટીકાકાર રહ્યા છે અને તેમની નીતિઓની આલોચના કરતા રહે છે પણ બિહાર ભાજપનાં નેતા અને બિહારનાં નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ શત્રુધ્ન સિન્હાને સવાલ કર્યો કે, જા તેમને ભારતીય જનતા પાર્ટીથી આટલા બધા પ્રશ્નો છે તો પછી એ છોડી કેમ દેતા નથી?
શત્રુધ્ન સિન્હા બિહારથી ભાજપનાં સાસંદ તરીકે ચૂંટાયેલા છે. તેઓ ભાજપથી નારા એવા યશવંત સિન્હા સાથે સમગ્ર દેશમાં ફરે છે અને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરે છે. ખાસ કરીને અમિત શાહ અને મોદીના કાર્યશૈલીની તેઓ ટીકા કરે છે.
સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, જે રીતે શત્રુધ્ન સિન્હા ભાજપ વિશે વાતો કરે છે અને જે ભાષાનો પ્રયોગ કરે છે તે જાતા તેમણે ભાજપ છોડી દેવો જાઇએ. તેમણે સિન્હા પર સવાલ કરતા પુછ્યું કે, શા માટે તેઓ હજુ ભાજપમાં છે ? તેઓ પાર્ટીનું અપમાન કરે છે અને છતાંય પાર્ટીમાં છે. તેઓ યસવંત સિન્હાની સંગતમાં ચાલ્યા ગયા છે.”
યશવંત સિન્હા પણ નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરે છે અને જાહેરમાં મોદી સરકારની નીતિઓ વિશે બોલે છે.
થોડા દિવસો પહેલા નરેન્દ્ર મોદીએ એક ન્યૂઝ એજન્સીને ઇન્ટરવ્યુ આપ્યો હતો પણ શત્રુધ્ન સિન્હાએ મોદીની ટીકા કરતા કહ્યું હતું કે, મોદીનો ઇન્ટરવ્યુ ગોઠવણ વાળો હતો પણ તેણે સાચા પત્રકારોનો સામનો કરવો જાઇએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY