બિહારમાં પણ યૂપી બુલંદશહેર જેવી ઘટના બનતા બનતા રહી ગઇ
પટના,તા.૨૦
બિહારમાં પણ યુપીના બુલંદ શહેર જેવી ઘટના બનતા સ્હેજમાં રહી ગઈ હતી. બિહારના કૈમૂર જિલ્લાના રામગઢમાં ટ્રેનની અડફેટે દલિત યુવતીની મોત બાદ થયેલા હોબાળા બાદ ભીડે તોફાન મચાવીને પોલીસ મથકને આગ લગાવી દીધી હતી
આ દરમિયાન ટોળાએ જે પણ સામે આવ્યુ હતુ તેના પર હુમલો કર્યો હતો.લોકોને સમજાવવા માટે આવેલા મોહનિયા વિસ્તારના ડીએસપી પર પણ ટોળાએ હુમલો કરી દીધો હતો.
આ તબક્કે ડીએસપી રઘુનાથસિંહને છોડીને તેમના બોડીગાર્ડ પણ ભાગી ગયા હતા અને ટોળાએ પોલીસ અધિકારી પર ડંડા વરસાવવા માંડ્યા હતા.
પોલીસ અધિકારી જીવ બચાવવા માટે બે હાથ જાડીને છોડી દેવા માટે કહેતા રહ્યા હતા પણ ટોળુ તેમના પર ડંડા વરસાવતુ રહ્યું હતુ.આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ ઘટનામાં પોલીસ અધિકારી રઘુનાથસિંહને ગંભીર ઈજાઓ પહોંચી છે.તેમને સારવાર માટે બનારસ ખસેડવામાં આવ્યા છે.ભીડની હિંસામાં અડધો ડઝન પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



