મર્ણિકર્ણિકાના પ્રોડ્યુસર કમલ જૈનને પેરાલિસિસ, વેન્ટિલેટર પર રખાયા

0
8

મુંબઈ,તા.૨૦
કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકાના પ્રોડ્યુસર કમલ જૈનને પેરાલિસિસનો અટેક આવ્યો હોવાના અહેવાલ છે. તેમની સારવાર મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. અહેવાલ એવા પણ છે કે તેમને વેÂન્ટલેટર પર રાખવામાં આવ્યા છે. ડોક્ટર્સની મોટી ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.
મણિકર્ણકા ૨૫ જાન્યુઆરીએ રીલીઝ થઈ રહી છે. રીલીઝ પહેલા જ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ છે અને કરણી સેના પણ આ ફિલ્મના વિરોધમાં પ્રદર્શન કરી રહી છે. આ તે જ કરણી સેના છે જેણે ફિલ્મ પદ્માવતનો પણ વિરોધ કર્યો હતો.
કમલ જૈને પોતે ટ્‌વીટ કરીને પોતાના ખરાબ સ્વાસ્થ્ય અને હોસ્પિટલમાં દાખલ થવાની જાણકારી આપી હતી પરંતુ તેમની તબિયત વધુ ખરાબ થઈ જશે તેનો અંદાજા કોઈને નહોતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY