પૂજા બેદીની દીકરી અલાઇઆ સૈફ સાથે ડેબ્યૂ કરશે

0
7

મુંબઈ,તા.૨૧
૨૦૧૪માં રોમકોમ ‘હેપ્પી એન્ડિંગ’ બનાવ્યાના ચાર વર્ષ પછી સૈફ અલી ખાન જય શેવાકરમાની સાથે મળીને ફિલ્મ ‘જવાની જાનેમન’ પ્રોડ્યૂસ કરી રહ્યો છે. આ ફિલ્મને નિતિન કક્કર ડાયરેક્ટ કરશે. તેની ફિલ્મ ‘ફિલ્મીસ્તાને’ ૨૦૧૩માં હિન્દી ભાષાની બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ જીત્યો હતો. ‘જવાની જાનેમન’ એક ૪૦ વર્ષના વ્યકિતની તેની દીકરી સાથેની રિલેશનશિપની વાર્તા છે. જેમાં દીકરીનો રોલ પૂજા બેદીની દીકરી અલાઇઆ એફ ભજવવાની છે.
સૈફે અલાઇઆ વિશે વાત કરતા જણાવ્યું કે, ‘અમે યંગ લીડમાં જે ક્વોલિટીઝ શોધતા હતા એ બધી જ ક્વોલિટીઝ તેનામાં છે. તેનામાં ચાર્મ અને એનર્જી છે કે ફિલ્મને એક અલગ લેવલ પર લઇ જાય છે. અમારી ફિલ્મ માટે અમે પરફેક્ટ કાસ્ટ શોધી શકિયાતે માટે લકી છીએ. હું અલાઇઆ સાથે કામ કરવા આતુર છું.’ અલાઇઆએ રિતેશ કંત અને અભિષેક પાંડે સાથે એક્ટિંગ વર્કશોપ્સ પણ કરી છે.
સૈફ સાથે રેસ અને રેસ ૨માં ક્રિએટિવ પ્રોડ્યૂસર રહી ચૂકેલો જય જણાવે છે કે અમે ૫૦ લોકોના સ્ક્રીન ટેસ્ટ કર્યા પછી પણ પરફેક્ટ કાસ્ટ નહોતી મળતી. તે સમયે મને કોઇએ કહ્યું કે પૂજા બેદીની દીકરી અલાઇઆને એક્ટિંગ કરવી છે. મેં તેના ફોટોગ્રાફ્સ જાયા અને પૂજાને મેસેજ મોકલ્યો કે અલાઇઆ સાથે મારો સંપર્ક કરાવે. અમને તેનો સ્ક્રીન ટેસ્ટ ગમ્યો અને તેને તેના મેરિટ પર જ આ ફિલ્મ ઓફર કરાઇ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY