૮૪ કનેક્શનમાં ચોરી પકડાતા ૭.૭૫ લાખનો દંડ ફટકાર્યો
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ગામડાઓમા પી.જી.વી.સી.એલ.દ્વારા વીજ ચેકીંગ કરવામાં આવ્યુ.બોટાદ અધિક્ષક ઇજનેરશ્રી પી.આર.ભાડજા તથા કાર્યપાલક ઇજનેરશ્રી એ.એ.જાડેજા ની સીધી સુચનાથી પી.જી.વી.સી.એલ.ની કુલ ૩૦ ટીમોએ રાણપુર તાલુકાના ગુંદા,ગોધાવટા,ચારણકી,મોટીવાવડી,જાળીલા,અલમપુર સહીતના ગામોમા વહેલી સવાર થીજ EX આરમી ના પ્રોટેક્શન હેઠળ વીજચેકીંગ હાથ ધરવામાં આવેલ જેમા બધા ગામડામાં કુલ ૨૫૨ કનેક્શન ચેક કરવામાં આવેલ જેમાથી ૮૪ કનેક્શનમાં ગેરરીતી માલુમ પડતા કલમ.૧૩૫ હેઠળ ૨૩ તથા કલમ.૧૨૬ હેઠળ ૬૧ વીજચોરોને રૂ.૭.૭૫ લાખનો(સાત લાખ પંચોતેર હજાર)દંડ ફટકારતા વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે આ બાબતે રાણપુર ડી.ઇ.એન એન અમીન સાથે વાત કરતા તેવોએ જણાવેલ કે ટુક સમયમાં ખેતીવાડીમાં વીજચોરી કરતા લોકોને પકડવા દરોડા પાડવામાં આવશે
રિપોર્ટર-વિપુલ લુહાર(રાણપુર)
મો:-7698030233
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




