ન્યુ દિલ્હી,તા.૩૧
સંસદના મોનસૂન સત્રનો આજે ૯મો દિવસ છે. સોમવારે NRC ફાઈનલ ડ્રાફ્ટ જાહેર થયાં બાદ સંસદમાં ભારે હોબાળો થયો હતો અને કામકાજમાં ભારે અડચણ આવી હતી. તો મંગળવારે આ મુદ્દે રાજ્યસભામાં ચર્ચા થઈ અને હોબાળો પણ થયો. ચર્ચા દરમિયાન ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્ગઇઝ્ર ફાઈનલ ડ્રાફ્ટ બોલ્યાં તે સાથે જ ગૃહમાં ભારે હોબાળો થયો અને રાજ્યસભાની કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી. તો લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના ૨ અન્ય સાંસદોએ ના મુદ્દે ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે. તો NRCએ આ મુદ્દે નિયમ ૨૬૭ અંતર્ગત ચર્ચા માટે રાજ્યસભામાં નોટિસ આપી છે. શાહે આરોપ લગાવ્યો છે કે પહેલા આ ડ્રાફ્ટ જાહેર થવો જાઈતો હતો, પરંતુ અંદરો અંદર આવું કરવાની હિમ્મત નહોતી.
રાજ્યસભામાં અમિત શાહે કહ્યું કે, તમામ વિપક્ષના નેતાઓને મેં શાંતિથી સાંભળ્યા, હું આખી વાત સાંભળી રહ્યો હતો ત્યારે કોઈને એવું ના જણાવ્યું કે, NRC કેમ આવ્યું. તેમને કહ્યું કે, અસમમાં તેને લઈને મોટું આંદોલન થયું. ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, ત્યારબાદ ૧૪ ઓગસ્ટ ૧૯૮૫ના રોજ રાજીવ ગાંધીએ અસમ સમજૂતી કરી હતી.
શાહે વધુમાં કહ્યું કે, આ સમજૂતીનું મૂળ જ NRC હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગેરકાયદેસર ઘૂસણખોરીઓની ઓળખ કરી NRC બનાવવામાં આવશે. આ તમારા જ વડાપ્રધાન લાવ્યા હતા, પરંતુ તમારામાં તે લાગૂ કરવાની હિમ્મત નહોતી, અમારામાં હિમ્મત છે અને અમે તે કરી રહ્યા છે.
NRC અધ્યક્ષે કહ્યું, આ તમામ ૪૦ લાખ લોકો બૂમો પાડી રહ્યા છે, પરંતુ હું તેમને પુછવા માંગું છું કે આખરે આ લોકો કોને બચાવવા માંગે છે. શું તમે બાંગ્લાદેશી ઘૂસણખોરોને બચાવવા માંગો છો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




