જાપાનમાં હીટવેવનો આતંક : ૬૫ લોકોનો ભોગ લેવાયો

0
8

ટાક્યો,તા.૨૫
જાપાનમાં અભૂતપૂર્વ હીટવેવને લીધે એક સપ્તાહમાં ઓછામાં ઓછા ૬૫ જણનાં મોત નીપજ્યાં છે, એમ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું. હવામાન એજન્સીઓ હવે વિક્રમજનક હવામાનને નૈસર્ગિક સંકટ લેખાવે છે.
રવિવાર સુધીના સપ્તાહમાં ઓછામાં ઓછા ૬૫ જણનાં લૂ લાગવાથી મોત નીપજ્યાં હતાં. જ્યારે ૨૨,૬૪૭ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, એમ અગ્નિશામક દળ તથા સંકટ સંચાલન એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. વર્ષ ૨૦૦૮ના જુલાઈથી આ એજન્સીએ લૂ લાગવાથી થતાં મોત અંગે રેકો‹ડગ કરવાનો આરંભ કર્યો હતો.
ગ્રીષ્મઋતુના કોઈ પણ સપ્તાહમાં આ આંકડા અત્યાર સુધીના સર્વાધિક ખરાબ અંક છે, એમ આ એજન્સીના એક પ્રવક્તાએ જણાવ્યું હતું. જુલાઈના આરંભથી ગરમીને લીધે ૮૦ લોકોનાં મોત નીપજ્યાં છે. ૩૫,૦૦૦ કરતાં વધારે લોકો હોસ્પિટલમાં છે. મૃતકોમાં એક છ વર્ષનો નિશાળે જતો બાળક હતો તે ફીલ્ડ ટ્રીપથી આવતી વેળાએ બેભાન થઈ ગયો હતો.
ટોચના સરકારી પ્રવક્તા યોશીહીડે સૂગાએ મંગળવારે પત્રકારોને કહ્યું કે વિક્રમસર્જક ભયાવહ ગરમીને લીધે નિશાળમાં ભણતા બાળકોના જીવનના રક્ષણ માટે તાબડતોબ પગલાં લેવા અત્યાવશ્યક છે. હવે આવતા ઉનાળા સુધીમાં આખા જાપાનમાં સઘળી નિશાળોમાં એરકન્ડિશન્ડ બેસાડવા ભંડોળ દેવાશે. જાપાનની જાહેર નિશાળોમાં અડધા કરતા ઓછી શાળાઓમાં એસી છે. પબ્લિક કેજીમાં આ આંકડો જરાક જ વધારે છે. કાળઝાળ ગરમી જાતાં આ વખતે શાળાની રજાઓ વિસ્તારીત કરવાનું પણ સરકાર ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY