સમગ્ર ભારતમાં માત્ર સુરત શહેરના તહેવાર ચંદની પડવાની આવતીકાલ ઉજવણી કરાશે આજે શરદ પૂનમે દૂધ-પૌઆ અને આવતીકાલે સુરતના લોકો ઘારી અને ભૂસાની જ્યાફત માણશે

0
38

સુરત, તા. ૨૪
સુરત શહેરનો પોતાનો કહેવાતો તહેવાર એટલે ચંદની પડવો આજે રાત્રે શરદ પૂનમ બાદ આવતીકાલે ઉત્સવઘેલા સુરતીઅો કરોડો રૂપિયાની ઘારી અને ભૂંસુ ખાઈને અનોખી રીતે ચંદની પડવાનો તહેવાર ઉજવશે.
સુરત શહેરનો પોતાનો કહેવાતો તહેવાર એટલે ચંદની પડવો આજે રાત્રે શરદ પૂનમ બાદ આવતીકાલે ઉત્સવઘેલા સુરતીઅો કરોડો રૂપિયાની ઘારી અને ભૂંસુ ખાઈને અનોખી રીતે ચંદની પડવાનો તહેવાર ઉજવશે.
નવરાત્રિ મહોત્સવની ઉજવણી પૂર્ણથઈ છે અને દિવાળી મહાપર્વની તૈયારીઅો ચાલી રહી છે તે દરમિયાન આજે રાત્રે શરદપૂનમે ચંદ્ર સોળ કલાએ ખીલશે. ચંદ્રની શીતળતામાં પરંપરાગત રીતે દૂધ-પોઆ ખાઈને ઉજવણી કરતા હોય છે. શરદ પૂનમ બાદ બીજા દિવસ એટલે ચંદની પડવો. સુરત શહેરનો પોતાનો અનેરો તહેવાર ઉજવાય છે. ઉત્સવઘેલા સુરતીઅો એક દિવસના તહેવારની ઉજવણી માટે સોથી દોઢસો કરોડની ધારી અને ભૂંસુ આરોગી જતા હોય છે. સુરતીઅો ચંદની પડવાની રાત્રે શહેરના ડુમસ રોડ પર ઊમટી પડે છે. અઠવાલાઈન્સથી લઈને ડુમસ સુધી ગૌરવપથની બન્ïને બાજુ ફૂટપાથ ઉપર સુરતીઅો સહપરિવાર,ï મિત્રો, સંબંધીઅો સાથે પાથરણા પાથરી ખુલ્લા આકાશમાં ચંદ્રની શીતળ છાયામાં ઘારી-ભૂસુ આરોગી અનોખી રીતે ચંદની પડવો ઉજવે છે. શહેરની મીઠાઈ દુકાનોમાં ચંદની પડવા નિમિત્તે વિવિધ ફલેવરની ઘારી વેચવા માંડી છે. જાણીતી દુકાનેથી જ ઘારી લેવા ટેવાયેલા સુરતીઅો કલાકો સુધી ઘારીની દુકાને લાઈનમાં ઊભા રહે છે આવતીકાલે કરોડો રૂપિયાનું ઘારી-ભૂસુ આરોગીને શહેરીજનો ચંદની પડવાનો તહેવાર ઉજવશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY